અત્યાર સુધીમાં પ્રતિ દિવસ 3,000ના ટેસ્ટ થતાં હતા (corona) આગામી દિવસોમાં પણ આવા જ ટેસ્ટ થતાં રહેશે. આજથી 24 કલાકમાં એક જ વાર કોરોનાના આંકડાઓ જાહેર થશે. દરરોજ સાંજે આરોગ્ય વિભાગના આંકડાઓ જાહેર થશે, અત્યાર સુધીમાં દિવસમાં બે વખત આંકડાઓ જાહેર થતાં હતા. ટેસ્ટની સંખ્યામાં કોઈ પણ પ્રકારનો ઘટાડો થશે નહીં.
સરકારે કોઈપણ પ્રકારનાં ટેસ્ટ માં ઘટાડો કરવામાં આવ્યો નથી. 67માંથી 60 લોકોમાં ગંભીર બિમારી હોવાના કારણે મોતને ભેટ્યા છે. હાઈ ડાયાબિટીસ,ટીબીની બિમારીના કારણે રોગપ્રતિકાર શક્તિમાં ઘટાડો થવાના કારણે મોત થાય છે. ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા લોકોને દિવસમાં એક જ વખત કોરોનાની માહિતી આપવામાં આવશે.
સાંજે 6 વાગ્યે કોરોના અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવશે
આરોગ્ય સચિવ જયંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, દરરોજ સાંજે 6 વાગ્યે કોરોના અંગેની આંકડાકીય માહિતી જાહેર કરવામાં આવશે.
જયંતિ રવિએ જણાવ્યું કે આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાની પ્રક્રિયામાં કોઇ ઘટાડો કરવામાં નથી આવ્યો. હાલમાં દરરોજના 3,000 ટેસ્ટ થઇ રહ્યા છે. તે મુજબ ભવિષ્યમાં પણ 3,000 ટેસ્ટ જ થશે. જે અંતર્ગત 2 હજાર 500 કેસ વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવશે. જ્યારે કે બાકીના ટેસ્ટ કોરોનાના દર્દીઓ તેમજ ક્વોરન્ટીન કરાયેલા લોકોનો કરવામાં આવશે.
જયંતિ રવિએ જણાવ્યું કે, વૃદ્ધો અને બાળકો કોરોનાની ચપેટમાં ઝડપથી આવી રહ્યા છે. તેમણે કહ્યું કે મૃત્યુ પામનાર 67 લોકો પૈકી 60 લોકો ગંભીર બિમારીથી પીડાતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.