31 ડિસેમ્બરની ઉજવણી એટલે દારૂ-બિયરની છોળો વચ્ચે નશામાં ડાન્સ પાર્ટીમાં થિરકવાની માનસિકતા ધરાવનારા લોકો માટે ‘માઠાં’ સમાચાર છે. શહેર પોલીસે નશામુક્ત ‘ન્યૂ યર નાઈટ’ માટે એક્શન પ્લાન ઘડી નાંખ્યો છે. શહેરના 100 જેટલા એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ તેમજ શહેરની અંદર 150 જેટલા પોઈન્ટ ઉપર બ્રેથ એનેલાઈઝરથી નશાખોરોને ઝડપી લેવા માટે ટીમો કાર્યરત કરવામાં આવશે.
અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અમદાવાદના એસજી હાઈવેના સિંધુ ભવન રોડ પર પોલીસનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બ્રેથ એનેલાઈઝરથી વાહન ચાલકોની તપાસ કરવામાં આવી હતી. નશો કરીને વાહન હંકારતા લોકો સામે પોલીસે તવાઈ બોલાવી હતી. જેને આધારે કહી શકાય કે 31 ડિસેમ્બરને લઈ પોલીસ તપાસ શરૂ કરી દેવાઈ છે. ગુજરાત પોલીસે પોતાનો માસ્ટર પ્લાન ઘડી નાખ્યો છે.
નવા વર્ષની ઉજવણીને લઈને અમદાવાદ પોલીસે પોતાનો એકશન પ્લાન ઘડી નાખ્યો છે. સાથે જ શહેરીજનોને કોઈ અગવડતા ના પડે તે માટે શહેર પોલીસે એવા જ પાર્ટી પ્લોટને પાર્ટી આયોજન કરવા માટે મંજૂરી આપી છે, જેમણે ટ્રાફિક, ફાયર અને મહિલા સુરક્ષા અંગે ધ્યાન રાખ્યું હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.