મધ્યપ્રદેશમાં ત્રણ સરકારી અધિકારીઓને એક સેલ્ફી લેવા બદલ માઠા પરિણામ ભોગવવા પડ્યા છે.
આ ત્રણ અધિકારીઓએ દારુની ડઝનબંધ બોટલો સાથે સેલ્ફી ખેંચી હતી. જેમાં તેઓ ખુશી ખુશી પોઝ આપી રહ્યા હતા.આ તસવીર સોશ્યલ મીડિયા પર વાયરલ થવા માંડતા જ તંત્ર એક્શનમાં આવ્યુ હતુ અને તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
ત્રણે અધિકારી મધ્યપ્રદેશના મહેસૂલ વિભાગમાં કામ કરે છે. જેમના નામ પટવારિસ, અજય , ધર્મેન્દ્ર મહેરા અને દયારામ અર્મા છે. દેશમાં લોકડાઉન વચ્ચે દારુની દુકાનો બંધ છે તેવામાં આ ત્રણે અધિકારીઓ પાસે દારુની આટલી બોટલો ક્યાંથી આવી તે સવાલ ઉભો થવો સ્વાભાવિક છે. હવે તેમને સેલ્ફી ખેંચવા બદલ ખુલાસા કરવા પડશે.
મધ્યપ્રદેશમાં હાલમાં કોરોનાના 500 કરતા વધારે દર્દીઓ છે. લોકડાઉનો સખતાઈથી અમલ કરવા માટે લોકોને બહુ જ જરુરી કામ માટે બહાર નીકળવાની મંજુરી અપાયેલી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.