ગુજરાત સરકારે અન્ય રાજ્યો સાથે જોડાયેલી ચેકપોસ્ટ હટાવી લેવાનો થોડા દિવસ પહેલાં જ જે નિર્ણય લીધો તે માટે જે કારણો આપવામાં આવ્યા તેમાં એક કારણ એવું પણ હતું કે, નાતાલના આવનારા તહેવાર વખતે દારૂબંધીના કડક અમલ માટે પોલીસ ફોર્સની જરૂર હોવાથી ચેકપોસ્ટના પોલીસને દારૂબંધીના કડક અમલમાં લગાવી શકાશે. પરંતુ ૩૧ ડિસેમ્બરની નાઈટે સમગ્ર રાજ્યમાં જે પ્રકારે દારૂની રેલમછેલ થઈ છતાં દારૂના નશામાં છાકટા થઈ ફરતાં માત્ર ૩૦૦૦ જેટલા જ લોકો પકડાયા તે સ્પષ્ટ સુચવે છે કે, દારૂબંધીના કડક અમલની વાતો માત્ર બણગાં જ પૂરવાર થઈ અને રાજ્યમાં ગયા વર્ષ કરતાં ય આ વખતે મબલખ દારૂ ફરતો થયો હતો.
થર્ટી ફસ્ટની રાત્રે દારૂબંધીના કેસમાં પકડવામાં આવેલાના રાજ્યવ્યાપી કિસ્સા જોતાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં ૧૨૮૫ દારૂડિયા પકડાતા પોલીસ લોકઅપમાં પગ મુકવાની જગ્યા બાકી બચી નહોતી. જયારે બીજા ક્રમે સૌરાષ્ટ્રમાં ૫૦૦થી વધુ અને ત્રીજા ક્રમે અમદાવાદ શહેરમાં ૪૩૮ દારૂડિયા પકડાયા હતા. થર્ટી ફર્સ્ટને રાત્રે સરકારી હોસ્પિટલોમાં સ્મીમેરમાં દર્દીઓ કરતા પીધેલા વધારે દેખાયા હતા. જેને પગલે તબીબી તપાસ અને બ્લડ સેમ્પલ લેવા સહિતની કામગીરી કરનારા તબીબોને પણ નાકે દમ આવી ગયો હતો. રાજય પોલીસ દ્વારા ૩૧ ડિસેમ્બરના એક સપ્તાહ પહેલા રાજયમાં પ્રોહીબીશનની સ્પેશયલ ડ્રાઈ રાખીને બુટલેગરો સહિત અન્યોની ઝડપયા હતા. આમ છતા ૩૧મી ડિસેમ્બરના રોજ રાજયમાંથી ૩૦૦૦ હજારથી વધુ દારૂ પીની છાટકા બનેલા ઝડપ્યા હતા.
ઇસુના ૨૦૧૯ના વર્ષને વિદાય આપવા અને ૨૦૨૦ને ઉમળકાભેર આવકારવા શહેરમાં ઠેક ઠેકાણે ડાન્સ, ડીજે અને ખાણી પીણીના જલસા સાથે થર્ટી ફર્સ્ટની ઉજવણી ઉજવણી કરાઈ હતી. થર્ટી ફર્સ્ટની પાર્ટીની આડમાં દારૂની રેલમછેલ થવાની આશંકાના પગલે રાજય પોલીસ એક્શનમાં આવી ગઇ હતી. તેમ છતાં શોખીનોને બિનધાસ્ત દારૂ મળ્યો હોવાનું પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીના આંકડા જોતા કહી શકાય છે. થર્ટી ફર્સ્ટની રાત્રી દરમિયાન દક્ષિણ ગુજરાતમાંથી ૧૭૦૦ દારૂડિયા પકડાયા હતા.જયારે સૌરાષ્ટ્રના માંથી ૫૦૦થી વધુ અમદાવાદ શહેરમાં ૪૩૮, વડોદરા શહેરમાંથી ૬૦ અને જિલ્લામાંથી ૧૧૮, પાટણ જિલ્લામાં ૨૪, નડિયાદમાં ૨૯ નો સમાવેશ થાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.