કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સીબીએસસી બોર્ડે 7 રાજ્યોમાં ધોરણ 10ની બોર્ડની પરીક્ષાને કેન્સલ કરી છે અને ધોરણ 12ની પરીક્ષા મોકૂફ રાખી છે.
હિમાચલ પ્રદેશ સરકારે ધોરણ 10 અને 12ની પરીક્ષાને 17 મે સુધી સ્થગિત કરી છે. આ સિવાય અંડર એજ્યુકેશન પ્રોગ્રામની પરીક્ષાઓને પણ 17 મે સુધી સ્થગિત કરી છે.
રાજસ્થાન બોર્ડની પરીક્ષાને લઈને કહ્યું છે કે અહીં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષાઓ સ્થગિત કરાઈ છે. આ સાથે 8મી બોર્ડના વિદ્યાર્થીઓ અને 9મા ધોરણના વિધ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 11ના માટે 12મા ધોરણમાં પ્રમોટ કરવાનો નિર્ણય લેવાયો છે.
મધ્યપ્રદેશ બોર્ડ
અહીં બોર્ડની પરીક્ષાઓ 30 એપ્રિલથી શરૂ થવાની છે. કોરોના સંક્રમણના કારણે એક મહિનો પરીક્ષા લેટ છે. 10 અને 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ જૂન મહિનામાં થશે તેમ કહેવાયું છે.
છત્તીસગઢ બોર્ડ
અહીં કોરોના મહામારીને કારણે ધોરણ 10ની પરીક્ષાઓ ટાળી દેવામાં આવી છે.
પંજાબે 12મા ધોરણની બોર્ડની પરીક્ષા ફરી એકવાર સ્થગિત કરી છે. નવી ડેટ શીટ અનુસાર આ 20 એપ્રિલથી શરૂ થવાની હતી. તેનો પેપર 24 એપ્રિલે હતું. 4 મેના રોજ શરૂ થનારી 10મીની પરીક્ષાને લઈને કોઈ નિર્ણય લેવાયો નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.