પાકિસ્તાન સહિત આ 4 દેશોના લોકોને બ્રિટેન જવા પર પ્રતિબંધ,10 દિવસ સુધી રહેવું પડશે આઈસોલેશનમાં

બ્રિટનની સરકારે કોરોના વાયરસના નવા સ્વરૂપના પ્રકોપની વચ્ચે પોતાની યાત્રા પ્રતિબંધના લિસ્ટમાં 4 દેશો બાંગ્લાદેશ, કેન્યા, પાકિસ્તાન અને ફિલિપિનને સામેલ કર્યા છે. પરિવહન વિભાગે કહ્યું કે બ્રિટનમાં હાલમાં પાબંધી નથી પણ 9 એપ્રિલથી નિયમો લાગૂ થઈ રહ્યા છે.

તેઓને 10 દિવસ સુધી સરકારે નક્કી કરેલી હોટલમાં પોતાના ખર્ચે આઈસોલેશનમાં રહેવું પડશે. બ્રિટનની યાત્રા પાબંધીની સૂચિમાં કુલ 39 દેશના નામ છે. તેમાં બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા પણ સામેલ છે.

સોમવારે ઈંગ્લેન્ડમાં વર્ષની શરૂઆતમાં લગાવાયેલા કડક લોકડાઉનમાં ઢીલ અપાઈ છે. તેનાથી લોકો ઘરની બહાર નીકળી શકે છે. પરિવાર અને દોસ્તોને મળી શકે છે, પાર્કમાં જઈ શકે છે, રમી શકે છે. નવા નિયમોના આધારે બહાર રમવાની જગ્યાઓ ફરી ખોલી શકાશે અને સાથે 6 લોકોથી વધારે પાર્ક કે ગાર્ડનમાં ભેગા થઈ શકશે. છેલ્લા 3 મહિનામાં કોરોનાના ઘટતા કેસને લઈને આ નિર્ણય લેવાયો છે.

પીએમ બોરિસ જોનસને જનતાને સાવધાની રાખવા કહ્યું છે. લોકડાઉનમાં ઢીલ આપતાં તેઓએ કહ્યું કે ઢીલની સાથે નિયમોનું પાલન કરવું જોઈએ. હાથ ધોવા, ફેસ ઢાંકવો, સોશ્યલ ડિસ્ટન્સ રાખવું જરૂરી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.