ટોપ સંક્રમિત દેશો કરતા પણ વધારે કેસ આ રાજ્યોમાં નોંધાયા,10 દિવસમાં કેસ 4 લાખને પાર પહોંચ્યા

શુક્રવારે પહેલીવાર દેશમાં એક દિવસમાં નોંધાનારા આંકડા 4 લાખને પાર થઈ ગયા છે. આજે 4 લાખ 1 હજાર 911 નવા દર્દી સામે આવ્યા છે. એક દિવસમાં 3521 લોકોના જીવ ગયા છ. સારી વાત એ છે કે એક દિવસમાં કોરોનાથી 2 લાખ 98 હજાર 951 દર્દી સ્વસ્થ થયા છે. દેશમાં કુલ કેસની સંખ્યા1 કરોડ 91 લાખ 57 હજાર 94  થઈ છે.

આ પહેલા 21 એપ્રિલથી રોજના 3 લાખથી વધારે મામલા સામે આવ્યા છે. 21 એપ્રિલે જ્યાં 3.15 લાખ દર્દી મળ્યા હતા. ત્યારે 22 ના રોજ 3.32 લાખ, 23ના રોજ 3.45 લાખ, 24ના રોજ 3.48 લાખ, 25 ના રોજ 3.54 લાખ, 26ના રોજ 3.19 લાખ. 27ના રોજ 3.62 લાખ, 28ના રોજ 3.79 લાખ,  29 ના રોજ 3.86 લાખ અને 30 એપ્રિલે 4.01 લાખ નવા દર્દી મળ્યા છે.

દેશમાં સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે અહીં 66169  કેસનોંધાયા છે. એટલે કે ભારત અને બ્રાઝિલ બાદ ત્રીજા નંબર પર મહારાષ્ટ્રને મુકી શકાય તેટલા કેસ છે. આ બાદ કેરળમાં 38, 607 લોકો સંક્રમિત મળ્યા છે. એજ રીતે કર્ણાટકમાં 35,024 , ઉત્તર પ્રદેશમાં 35,104 કેસ મળ્યા.

દેશમાં જ્યારે 10 લાખ એક્ટિવ કેસ થયા હતા. ત્યારથી હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને વેન્ટિલેટરની અછત થવા લાગી હતી. હવે આ આંકડો 31 લાખથી પણ વધારે છે. આમાં દર દિવસ એક લાખથી વધારે કેસ આવી રહ્યા છે. જો એક્ટિવ કેસ એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં એવી રીતે વધારો થઈ રહ્યો છે કે સમગ્ર દેશની ચિંતા વધી રહી છે.

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.