તહેવારોની સીઝનમાં લોકોનો ખર્ચ વધે છે, આને કારણે જોબર લોકોને આ કંપની એક લાખનું બોનસ આપી રહી છે. અને જો તમને સારૂ બોનસ મળે, તો તહેવારોની મજા બમણી થાય છે. આ વખતે સિંગારેની કોલિયરીઝ કંપની લિમિટેડ દશેરા પ્રસંગે તેના કર્મચારીઓને 1.01 લાખ રૂપિયાનું બોનસ આપશે. આ કંપની રાજ્ય સરકાર ચલાવે છે. સરકારે ગુરુવારે તેની જાહેરાત કરી છે.
વિધાનસભામાં જાહેરાત કરતા મુખ્ય પ્રધાન કે. ચંદ્રશેકર રાવે કહ્યું કે,એસસીસીએલની વૃદ્ધિ છેલ્લા પાંચ વર્ષમાં ઘણી સારી રહી છે અને તેનો શ્રેય કર્મચારીઓને જાય છે. તેમણે કહ્યું કે,અહીંના કર્મચારીઓ તેમના જીવનને જોખમમાં મૂકીને રાષ્ટ્રની સંપત્તિ વધારવાનો પ્રયાસ કરે છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, તેમનું કાર્ય સેનાથી ઓછું નથી.
રાવે જણાવ્યું હતું કે,સિંગરેની કોલિયરીઝ કંપની લિમિટેડ ગયા વર્ષ કરતા આશરે 40,000 રૂપિયા વધુ બોનસ આપશે. આ કંપનીના નફામાંથી આપવામાં આવશે. હવે દરેક કર્મચારીને 1,00,899 રૂપિયા બોનસ મળશે. આ કંપનીમાં 48,000 લોકો કામ કરી રહ્યા છે જેમને દશેરા પર આ બોનસ મળશે.
રાવે કહ્યું કે,ખાણકામ કંપની એસસીસીએલ તેલંગાણાના વિકાસમાં મોટો ફાળો આપે છે. આની પાછળ તે કર્મચારીઓનો હાથ છે જેઓ તેમના જીવનના જોખમે કામ કરે છે અને તેથી જ કંપની સતત વિકાસ કરી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે,આ મહત્વપૂર્ણ પગલું કર્મચારીઓના ફાયદા માટે લેવામાં આવ્યું છે.
તમને જણાવી દઈએ કે,2013-14માં કર્મચારીઓને 13,540 રૂપિયા બોનસ તરીકે આપવામાં આવ્યા હતા. 2017-18માં 60,369 રૂપિયા બોનસ અપાયું હતું. 2013-14 માં કંપની 504.7 લાખ ટન કોલસોનું ઉત્પાદન કરતી હતી. દર વર્ષે ઉત્પાદનમાં વધારો નોંધાઈ રહ્યો છે. 2018-19માં કંપનીએ રેકોર્ડ 644.1 લાખ ટન કોલસો બનાવ્યો અને 1,765 કરોડનો નફો કર્યો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.