દાંતમાં પાયરિયા અને પેટની સમસ્યાને એક ઝાટકે મટાડી દેશે આ ઔષધિય છોડ, નબળાઈ દૂર થશે

અકરકરા ઈરાની એક એવી ઔષધિ છે. જેનું નિયમિત સેવન કરવાથી શરીરમાં થતાં દુખાવામાંથી રાહત મળે છે. તે દાંતમાં થતાં પાયરિયામાં ખબ જ ઝડપથી અસર કરી ઠીક કરે છે. તો વળી પેટ સંબંધિત સમસ્યાઓને ઝડપી ઠીક કરે છે. આયુર્વેદ અને હર્બલ બંનેમાં દવા તરીકે તેનો ઉપયોગ કરી શકાય છે.

આયુર્વેદિક ચિકિત્સક ડોક્ટર રાઘવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે, અકરકરા એક એવી ઔષધિ છે, જે શરીરને ઘણા લાભ પહોંચાડે છે. અકરકરા ઔષધિય ગુણોથી ભરપૂર હોય છે, જેના મૂળ અને પત્તામાં અલ્કલોઈડ, ક્યૂમીન, ફ્લેવોનોઈડ્સ અને ટેનિનની સાથે સાથે સ્ટેરોલ્સ પણ સારી એવી માત્રામાં જોવા મળે છે. તેમાં રહેલા કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને અમીનો એસિડ કેટલાય ગંભીર શારીરિક તકલીફોથી છુટકારો અપાવવામાં મદદ કરે છે.

અકરકરાના મૂળનો ઉપયોગ કેટલીય બીમારીઓમાં થાય છે. તે શરીરમાં થતી નબળાઈઓની સાથે સાથે પેટ સંબંધિત સમસ્યાઓ અને દાંતમાં આવતા પાયરિયાને ઠીક કરે છે.

અકરકરાને તમે અશ્વગંધા સાથે નાખીને સેવન કરી શકશો. અન્ય ઔષધિઓમાં પણ તેનો ઉપયોગ ઘણો લાભકારી હોય છે. આ એવી ઔષધિ છે, જેને આપ નિયમિત માત્રામાં લઈને પોતાની જાતને સ્વસ્થ રાખી શકશો. તેનું વધારે સેવન ન કરવું જોઈએ.

ડો. રાઘવેન્દ્ર ચૌધરીએ જણાવ્યું છે કે, અકરકરાના મૂળનો ઉપયોગ સરળતાથી કરી શકાય છે. તેના મૂળનું ચૂર્ણ બનાવીને દૂધ સાથે ઉપયોગ કરવામાં આવે છે. તેનું ચૂર્ણ કેટલીય ખાદ્ય સામગ્રી સાથે સરળતાથી નાખીને કરી શકાય છે. તેની કોઈ સાઈડ ઈફેક્ટ શરીર પર થતી નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.