સુરત શહેર પોલીસ દ્વારા ગુરૂવારના રોજ રિક્ષામાંથી 77000નુ 7.7 ગ્રામ ડ્રગ્સ પકડી પાડયુ હતુ અને તેમાં રાંદેરનો અઝીઝખાન ઉર્ફે માંજરો શરીફખાન શેખની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ ઉપરાંત રિક્ષાચાલક ઇમરાનની પણ ધરપકડ કરવામાં આવી છે. અઝીઝખાન દ્વારા રિકસાચાલકને 500 રૂપિયા આપીને ડ્રગ્સની ડીલીવરી કરાવતો હોવાની વિગતો બહાર આવી છે.
આ લોકોએ રાંદેરમાં પણ હાલમાં જેલમાં ગયેલા પેડલરની દિકરીને પણ એમડી વેચવા માટે માલ આપ્યો હોવાની કબૂલાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા આ યુવતીની પૂછપરછ કરવામાં આવી રહી છે. અલબત પોલીસ દ્વારા હજુ સુધી આ યુવતી પર ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. અમરોલી પોલીસ દ્વારા યુવતીની પૂછપરછ કરવામાં આવી છે અને ઉલ્લેખનીય છે કે પોલીસે રિકસા અને એમડી ડ્રગ્સ સાથે કુલ 1.50 લાખની મત્તા સીઝ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.