અંડરવર્લ્ડ ડોન (UNDERWORLD DAWN) દાઉદ ઇબ્રાહીમનો (DAVUD IBRAHIM) ખાસ ગણાતો અમદાવાદ (AHMEDABAD) અને ISI સાથે જોડાયેલો આતંકવાદી (TERRORIST) રસૂલખાન (RASOOL KHAN) પાર્ટીની પાકિસ્તાનમાં (PAKISTAN) ફાયરિગ (FIRING) કરીને હત્યા કરવામાં આવી છે. જેનાં કારણે દેશભરની એજન્સીઓ દોડતી થઈ ગઈ છે.
જો કે ગુજરાતની એજન્સીઓ પણ તેની ગુપ્ત રાહે તપાસ કરી રહી છે. ત્રણ મહિના પહેલાં રસૂનખાન તેનાં ધરથી બહાર એટલે કે પાકિસ્તાનમાં આવેલી ISI કોલોની રોજની આદત પ્રમાણે સવારે ઉભો હતો. ત્યારે તેનાં ઉપર ફાયરિંગ કરીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
મુસ્લિમ સમાજનાં રિવાજ પ્રમાણે પતિનું મોત થાય એટલે પત્નીએ ચાર મહિના સુધી ઈદ્દતમાં બેસવું પડે છે. જો કે એજન્સીનાં અધિકારીઓ જણાવ્યું છે કે ,અમે સાંભળ્યું છે ,પરંતુ હજુ કન્ફોમ થતું નથી. પાકિસ્તાનમાં તપાસ કરવી એ અમારા માટે મોટી ચેલેન્જ છે.
ત્રણ મહિના પહેલાં રસૂલખાન પાકિસ્તાનની ISI કોલોનીમાં આવેલાં તેનાં ધરની બહાર વહેલી સવારે ઊભો હતો ત્યારે બલુચિસ્તાન અને નોરધન એલાયન્સનાં શખ્સોએ અંધાધૂંધ ફાયરિંગ કરી હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. રસૂલ રોજ સવારે કયાં સમયે બહાર ઊભો રહે છે તેની રેકી કર્યા બાદ હત્યાં કરાઈ હોવાનું જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.