દક્ષિણ એશિયાનાં તમામ દેશોમાં ભારત સૌથી નીચલા પગથિયે, આ છે મોદી સરકારનો વિકાસ

117 દેશોનાં નામ ધરાવતી ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારત પાકિસ્તાન કરતાં પણ નીચલા સ્થઆને ગબડ્યું હોવાનું જાણવા મળ્યું હતું. દક્ષિણ એશિયાનાં તમામ દેશોમાં ભારત સૌથી નીચલા પગથિયે છે. હાલ ભારત 102મા સ્થાન પર છે.

ભારત 112માં સ્થાન પર

117 દેશોની યાદીમાં અન્ય એશિયાઇ દેશો 66થી 94 મા સ્થાન પર છે જ્યારે ભારત 102મા સ્થાન પર છે. બ્રિક્સ (બ્રાઝિલ, રશિયા, ઇંડિયા, ચીન અને સાઉથ આફ્રિકા)માં ભારત સૌથી છેલ્લા સ્થાન પર છે. બ્રિક્સના દેશોમાં સૌથી ખરાબ સ્થિતિ સાઉથ આફ્રિકાની છે. એ 59મા સ્થાન પર છે.2015માં ભારત આ યાદીમાં 93મા સ્થાન પર હતું. એ સમયે પાકિસ્તાન ભારત કરતાં નીચલા પગથિયે હતું. આજે પાકિસ્તાન ભારત કરતાં ઉપલા પગથિયે છે, ભલે એની આર્થિક સ્થિતિ સાવ કંગાળ છે.

આ યાદીમાં કુપોષણનો ભોગ બનેલાં બાળકોની સંખ્યા, આ બાળકોની ઊંચાઇની તુલનામાં એમનું વજન, પાંચ વર્ષની વય સુધીમાં બાળકોનો મૃત્યુ દર વગેરે બાબતો સમાવી લેવામાં આવે છે. આ યાદીમાં જણાવાયા મુજબ ભારતમાં છ મહિનાથી 23 મહિના સુધીની વય ધરાવતાં માત્ર સાડા નવ ટકા બાળકોને લઘુતમ સ્વીકૃત ભોજન મળે છે. સંબંધિત કેન્દ્રીય મંત્ર્યાલયે તો તાજેતરના એના રિપોર્ટમાં આ આંકડો સાડા છ ટકાનો જણાવ્યો હતો.ગ્લોબલ હંગર ઇન્ડેક્સના રિપોર્ટ મુજબ આ દિુશામાં 2000ની સાલથી સૌથી સારો દેખાવ નેપાળે કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.