દક્ષિણ કોરિયાએ કિમ જોંગ ઉનને લઇ કર્યો ચોંકાવનારો દાવો

દક્ષિણ કોરિયાના એક અધિકારીએ દાવો કર્યો કે નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનની ના તો કોઇ સર્જરી થઇ છે, ના તો કોઇ સારવાર થઇ છે. કિમ જોંગ ત્રણ સપ્તાહ સુધી ગાયબ રહ્યા અને પરિવારના એક મહત્વપૂર્ણ ફંકશનનો હિસ્સો ના બન્યા બાદ તેમના સ્વાસ્થ્યને લઇ કેટલીય અટકળો ચાલી હતી. કિમના બીમાર હોવાથી લઇ મોત સુધીની અફવાઓ ઉડી હતી.

દક્ષિણ કોરિયન સમાચાર આઉટલેટ યોનહાપના મતે એક અધિકારીએ કહ્યું કે સરકારને એ વાતનો ભરોસો છે કે કિમની કોઇ સર્જરી કે કોઇ સારવાર થઇ નથી. જો કે પોતાના નિવેદનની વચ્ચે કારણની સ્પષ્ટતા કરી નથી.

ઉત્તર કોરિયાએ ગયા શનિવારના રોજ કહ્યું હતું કે કિમ શુક્રવારના રોજ પ્યોંગયાંગની નજીક આવેલ બિયારણની ફેકટરીના એક કાર્યક્રમમાં સામેલ થયા હતા. 11 એપ્રિલ બાદ તેઓ પહેલી વખત જાહેરમાં આ રીતે દેખાયા હતા. કિમની વાયરલ થયેલી તસવીરોમાં તેઓ હસતા હતા અને પોતાના કર્મચારીઓ સાથે વાતચીત કરતાં દેખાઇ રહ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.