ડે નાઇટ ટેસ્ટ મેચમાં પિન્ક બોલના ઉપયોગ પર જ કેમ ભાર મૂકાયો

  ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટની શ્રેણીની પ્રથમ ટેસ્ટ શરુ થવા જઈ રહી છે. આ ટેસ્ટની ખાસિયત એ છે કે આ ટેસ્ટમેચ ડે-નાઇટ છે અને ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારત પ્રથમ વખત જ ડે-નાઇટ ટેસ્ટમેચ રમી રહ્યું છે. અગાઉ ૨૦૧૮-૧૯ના પ્રવાસમાં ભારતે ઓસ્ટ્રેલિયાની ડે-નાઇટ ટેસ્ટની ઓફર ફગાવી હતી. બીજી મહત્ત્વની વાત એ છે કે આ ડે-નાઇટ ટેસ્ટ મેચ પિન્ક બોલ વડે રમાઈ રહી છે. ભારત આ પહેલા એકમાત્ર ડે-નાઇટ ટેસ્ટમેચ ૨૦૧૯માં ઘરઆંગણે બાંગ્લાદેશ સામે કોલકાતામાં ઇડન ગાર્ડન પર રમ્યુ હતુ અને ઇનિંગ્સથી જીત્યું હતું. બાંગ્લાદેશ સામેની ડે-નાઇટ ટેસ્ટમેચ પણ પિન્ક બોલ વડે રમાઈ હતી.

ટેસ્ટ ક્રિકેટમાં ડે-નાઇટ ટેસ્ટ ક્રિકેટમાં આવેલી પિન્ક બોલની ક્રાંતિને જોઈએ

પિન્ક બોલ વડે સૌપ્રથમ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની વીમેન્સ ટીમ વચ્ચે ૨૦૦૯માં રમાયેલી વન-ડેમાં પ્રયોગ કરવામાં આવ્યો હતો. જાન્યુઆરી ૨૦૧૦માં એન્ટિગુઆમાં ગુયાના અને ટ્રિનિદાદ એન્ડ ટોબેગો વચ્ચેની ફર્સ્ટ ક્લાસ મેચ પિન્ક બોલ વડે રમાઈ હતી.૨૦૧૪માં શેફિલ્ડ શીલ્ડની મેચોનો રાઉન્ડ પિન્ક બોલ વડે રમાયો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પિન્ક બોલ વડે સૌપ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ન્યૂ ઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જે ઓસ્ટ્રેલિયાએ ત્રણ વિકેટે જીતી હતી. એડીલેડ ટેસ્ટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા કૂકાબૂરા પિન્ક બોલથી રમશે

કૂકાબૂરા ભારત, ઇંગ્લેન્ડ, વેસ્ટઇન્ડિઝ અને આયરલેન્ડ સિવાય બધા માટે ક્રિકેટ બોલ બનાવે છે, આ ચારેય દેશો પહેલા પીળા અને બ્રાઇટ ઓરેન્જ રંગના બોલનો પ્રયોગ કરી ચૂક્યા હતા, છેવટે પિન્ક બોલ માટે તૈયાર થયા. ડે-નાઇટ ટેસ્ટમેચમાં રેડ બોલ યુઝ ન કરવાનું કારણ તેને લાઇટ હેઠળ શોધવો અઘરો પડે છે. તેની તુલનાએ પિન્ક બોલ લાઇટ હેઠળ સરળતાથી પકડી શકાય છે. વ્હાઇટ બોલ પસંદ કરવાનું કારણ એ છે કે ટેસ્ટમેચ માટે તે ટકાઉ નથી. જો કે ત્રણેય ક્રિકેટ બોલ રેડ, વ્હાઇટ અને પિન્કની કોર કે પાયો એક જ છે. પિન્ક બોલ માટે લેધરને પિન્ક પિગમેન્ટમાં કોટ કરવામાં આવે છે.

પિન્ક બોલ અંગે જાણો

પિન્ક બોલનું ઉત્પાદન ઓસ્ટ્રેલિયન કંપની કૂકાબૂરા દ્વારા જ કરવામાં આવે છે. આ પહેલા પીળા અને બ્રાઇટ ઓરેન્જ કલરના બોલનો પ્રયોગ થઈ ચૂક્યો છે, પરંતુ છેવટે પિન્ક બોલ પર સહમતી બની છે. કૂકાબૂરા પિન્ક બોલની સીમ કાળી હોય છે. તેના પર લાખનું એકસ્ટ્રા કોટિંગ હોય છે, તેના લીધે રેડ બોલ કરતાં પણ તેનો ચળકાટ અને રંગ લાંબા સમય સુધી રહે છે. તેમા લેધરનું પિન્ક પિગમેન્ટ વડે કોટિંગ કરવામાં આવે છે. રેડ બોલની તુલનાએ પિન્ક બોલને અંડર ધ લાઇટ સરળતાથી જોઈ શકાય છે. પિન્ક બોલ મેચના પ્રારંભિક સમયમાં વધારે સ્વિંગ થાય છે. કૂકાબૂરા પિન્ક બોલની પ્લેક સીમ છે. આ પહેલા તેણે ડાર્ક ગ્રીન અને વ્હાઇટ સીમનો ઉપયોગ કર્યો હતો. પણ ૨૦૧૬માં તે બ્લેકઔ સીમ પર પરત ફર્યુ હતુ.

પિન્ક બોલના ચળકાટને ઝાંખો પડવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.