દાયકા પછી નવા આંકડા જાહેર ,ભારતમાં પુરુષોનું આદર્શ વજન ૬૫, સ્ત્રીઓનું ૫૫ કિલોગ્રામ

કોરોનાને કારણે લોકોની ભોજન-પાણી-આરોગ્યની ટેવો સતત બદલાઈ રહી છે. ઓવરઓલ પણ છેલ્લા દાયકામાં ભારતીઓની લાઈફ સ્ટાઈલને કારણે ખાન-પાનની ટેવોમાં નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. એ પરિવર્તન કેન્દ્રિય આરોગ્ય મંત્રાલયે વોટ ઈન્ડિયા ઈટ્સ‘ નામના રિપોર્ટ દ્વારા રજૂ કર્યું હતું.  આ રિપોર્ટ ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અને નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ ન્યુટ્રીશિયન દ્વારા સંયુક્ત રીતે તૈયાર કરાયો હતો. તેના તારણો…

– એ રિપોર્ટમાં સરકારે દેશના સ્ત્રી-પુરુષોના સરેરાશ વજનમાં વૃદ્ધિ જાહેર કરી છે. એટલે કે સરકારે કહ્યું છે કે પુરુષોનું વજન ૬૫ કિલોગ્રામ હોય તો યોગ્ય ગણાય અને સ્ત્રીઓનું વજન ૫૫ કિલોગ્રામ હોય તો યોગ્ય ગણાય. આ પહેલા ૨૦૧૦માં રિપોર્ટ રજૂ થયો હતો જેમાં પુરુષોનું આદર્શ વજન ૬૦ કિલોગ્રામ અને સ્ત્રીઓનું આદર્શ વજન ૫૦ કિલોગ્રામ નિર્ધારિત કરાયું હતું.

– શરીરના પ્રમાણમાં વજન કેટલું હોવું જોઈએ તેની ગણતરી બોડી માસ ઈન્ડેક્સ તરીકે ઓળખાય છે. ભારત સરકારના આ નવા આંકડાઓથી બોડી માસ ઈન્ડેક્સમાં પણ ફેરફાર થયો છે. હવે નવી સરેરાશ પ્રમાણે પુરુષોની એવરેજ હાઈટ ૫ ફીટ ૬ ઈંચથી વધારીને પાંચ ફીટ આઠ ઈંચ નક્કી કરવામાં આવી છે. સ્ત્રીઓની સરેરાશ ઊંચાઈ પાંચ ફૂટ મનાતી હતી એ વધારીને પાંચ ફીટ ત્રણ ઈંચ ગણાશે. એટલે કે આ ઊંચાઈ આદર્શ મનાશે.

– રિપોર્ટ પ્રમાણે શહેરી વિસ્તારના રહેવાસીઓ ગામવાસીઓ કરતા વધારે ફેટ (ચરબીયુક્ત ખોરાક)નું સેવન કરે છે. સરેરાશ શહેરીજન રોજના ૫૧.૬ ગ્રામ ફેટનું સેવન કરે છેજ્યારે ગ્રામ્ય રહેવાસીઓ દૈનિક ધોરણે ૩૬ ગ્રામ ફેટ આરોગે છે.

– શહેરમાં રહેતા દર બીજા વ્યક્તિનું પેટ બીનજરૃરી રીતે ફાંદ સ્વરૃપે બહાર નીકળેલું જોવા મળે છે. જ્યારે ૪૯ ટકાથી વધારે લોકો ઓવરવેઈટ (વધારે વજન ધરાવતા) નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારમાં ૧૯ ટકા કરતા ઓછા લોકોની ફાંદ નીકળેલી જોવા મળે છે અને ૨૧ ટકા ગ્રામ્યવાસીઓ ઓવરવેટ નોંધાયા છે. વધારે વજન અને ફાંદને કારણે ઘણા રોગો શરીરમાં ઘર કરી જતા હોય છેએ વાત જાણીતી છે.

 

– શહેરમાં રહેતા ૧૭ ટકા અને ગામડામાં રહેતા માંડ ૯ ટકા લોકો પોતાની દૈનિક જરૃરિયાત મુજબના શાકભાજી થાય છે. એ રીતે નિર્ધારિત માત્રામાં દૂધ પણ શહેરમાં ૧૪.૩ ટકા અને ગ્રામ્ય વિસ્તારમાં ૮.૭ ટકા નાગરિકો જ લે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.