રાજકોટનાં પોર્શ ગણાતાં વિસ્તારમાં થઈ ધોળાં દિવસે ચોરી: બાળકની હત્યા કરવાની ધમકી આપી ઘરમાં જે હોય તે આપી દેવા ધમકી આપી
News Detail
રાજકોટમાં પોલીસ હાલ ચુંટણીની કામગીરીમાં વ્યસ્ત છે જેથી લૂંટારાઓ ફાવી ગયા હોય તેમ અવારનવાર ચોરી, લૂંટનાં બનાવો સામે આવી રહ્યા છે. રાજકોટમાં પોર્ષ વિસ્તારમાં લૂંટારાઓએ બંગલાને નિશાનો બનાવી ધોળે દિવસે લૂંટ ચલાવી હતી. લૂંટારાઓએ બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની માતા પાસે અને ઘરે જે કંઈ હોય તે આપી દેવા કહ્યું પ્રાપ્ત વિગત મુજબ પારસ સોસાયટીમાં રહેતી તાનિયાબેન વિવેકભાઇ બાલચંદાણી નામની મહિલા પર તેના જ બંગલામાં અજાણ્યા શખ્સે હુમલો કરી સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં જાણ થતા જોઇન્ટ પોલીસ કમિશનર, ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી સહિતના પોલીસ સ્ટાફ પારસ સોસાયટી દોડી ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં તાનિયાબેન બાલચંદાણી બપોરે બારેક વાગે પોતાના ત્રણ વર્ષના પુત્ર શૌનને લિટર સ્ટાર પ્લે હાઉસેથી લઇને ઘરે આવ્યા ત્યારે ત્યાં અગાઉથી જ બંગલામાં રહેલા જીન્સ પેન્ટ અને ટી શર્ટ પહેરેલા માસ્કધારી લૂંટારાએ નાના બાળકને પકડીને તેની હત્યા કરવાની ધમકી દઇ જે કંઇ હોય તે આપી દેવા અંગે ધમકી દેતા તાનિયાબેન બાલચંદાણીએ પોતાના હાથમાં રહેલું સોનાનું બ્રેસ્લેટ આપી દીધું હતું આમ છતાં લૂંટારાએ બોથડ પદાર્થ માથામાં મારી ભાગી ગયો હોવાનું બહાર આવ્યું છે. બંગલામાં માલ સામાન વેર વિખેર હોવાથી લૂંટ મોટી હોવાની શંકા વ્યકત થઇ રહી છે. પંરતુ તાનિયાબેન બાલચંદાણી બેભાન હાલતમાં સારવાર હેઠળ હોવાથી કેટલી રકમની લૂંટ થઇ તે જાણી શકાયું ન હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે. પૂર્વ વિભાગના એસીપી ભાર્ગવ પંડયાએ લૂંટારાના સીસીટીવી ફુટેજ મળ્યા હોવાનું સતાવાર જાહેર કરી સમગ્ર તપાસ સીસીટીવી ફુટેજ પર કેન્દ્રીત કરી હોવાનું જણાવ્યું છે. તેમજ લૂંટની ઘટનામાં કોઇ જાણભેદુની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથધરવામાં આવી છે. પોલીસે ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમની મદદ લઇ જુદી જુદી ટીમ બનાવી લૂંટારૂનું પગેરૂ દબાવ્યું છે. અને લૂંટની ઘટના અંગે પોલીસને મહત્વની કડી મળી હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.