બોટાદમાં લઠ્ઠાકાંડથી મૃત્યુઆંક વધ્યો છે. જેમાં અત્યાર સુધી કુલ 48 ના મોત થયા છે. તેમજ 80થી વધુ દર્દીઓ હજુ સારવાર હેઠળ છે અને જેમાં બરવાળામાં 14 અને રાણપુરમાં 11 સામે ગુનો નોંધાયો છે. તેમજ બરવાળા પોલીસે 11 શકમંદને પકડ્યા છે. જેમાં બે બુટલેગરની અટકાયત કરવામાં આવી છે. તથા અમદાવાદ સિવિલમાં 41 દર્દીઓ સારવાર હેઠળ છે. તેમાં ત્રણ દર્દી વેન્ટિલેટર પર અને એક બાયપેપ પર છે. તેમજ 20 દર્દીઓને ડાયાલિસિસ પર રખાયા છે.
ઉલ્લેખનીય છે કે દર્દીઓ ભાગી ન જાય તે માટે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. જેમાં ભાવનગર સિવિલમાંથી 13 દર્દીઓ ભાગ્યા હતા. તેમજ બોટાદમાં લઠ્ઠાકાંડના કેસમાં અમદાવાદ સિવિલમાં દર્દીઓનો આંક વધ્યો છે અને તેમાં 49 દર્દીઓ સિવિલમાં સારવાર હેઠળ છે. જેમાં હજી પણ દર્દીના આંક વધી શકે છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચોકડી ગામે કેમિકલ્સયુક્ત દારૂ પિવાથી ગ્રામજનો ગંભીર પરિસ્થિતિમાં મૂકાવા સાથે મોતના મુખમાં હોમાયા છે, જેમાં 15 દર્દીઓએ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં દમ તોડયા બાદ ગઇકાલેવધુ 4 દર્દીઓના સારવારમાં મોત નિપજ્યા છે.
કેમિકલ્સયુક્ત દારૂનું સેવન કર્યા બાદ ભાવનગર સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા દર્દીઓના મોતની સંખ્યા રોજબરોજ વધતી જાય છે અને જેમાં ચારના મૃત્યુના કુલ મૃત્યુઆંક 19એ પહોંચી ગયો છે. ચંદરવા, વેજલકા, ભીમનાથ, પુલારપુરના દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હોવાનું હોસ્પિટલ સૂત્રોએ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.