યુવકને જુગાર રમતો પડ્યો મોંધો. પોલીસથી બચવા જતાં મોત..

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.ત્યારે સૌરાષ્ટ્ર સહિત સમગ્ર ગુજરાતમાં શ્રાવણિયા જુગારની મોસમ ચાલી રહી છે. એવામાં જૂનાગઢના મેંદરડાના ખીજડીયા ગામ માં જુગારની રેડ દરમિયાન એક યુવકનું કરંટ લાગતા મોત નીપજયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના ખીજડીયા ગામની સીમમાં ખુલ્લામાં જુગાર રમી રહ્યા હતા. પોલીસ સ્થળ ઉપર અટકી હતી. સ્વભાવિક છે પોલીસથી બચવા માટે અંધારામાં ભાગી રહેલા યુવકને ખેતરના શેઢા પર બાંધેલા શોટમાં આવી જતા કરંટ લાગવાથી મોત થયું હતું.

https://www.youtube.com/watch?v=MGVzYyxRc-c

આ શોટૅ ની ઝપેટ આવી જતા કમલેશ વકાર નામનાં યુવકનું મોત નીપજ્યું હતું. હાલ મૃતદેહનો મેંદરડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. ખેતરમાં શોટઁ ગેરકાયદેસર મૂકેલ હોવાથી PGVCL દ્નારા તપાસ હાથ ધરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.