સ્વિટઝલેન્ડ માં સુસાઈડ મશીનના ઉપયોગને કાયદાકીય મંજૂરી આપી દીધી છે. તેને બનાવનાર કંપનીનો દાવો છે કે આ મશીનની મદદથી કોઈપણ વ્યક્તિ 1 મિનિટની અંદર કોઈ પણ પ્રકારના દર્દ વિના મૃત્યુ પામી શકે છે. આ મશીન શબપેટીના આકારમાં બનાવવામાં આવ્યું છે. આ મશીન દ્વારા ઓક્સિજનનું સ્તર ઘણું ઓછું થઈ જાય છે જેના કારણે 1 મિનિટની અંદર મૃત્યુ થાય છે. એક્ઝિટ ઈન્ટરનેશનલ નામની સંસ્થાના ડાયરેક્ટર ડૉ. ફિલિપ નિત્શેકે આ ‘મશીન ઑફ ડેથ’ બનાવી છે. તેને ડૉ.ડેથ પણ કહેવામાં આવે છે.
સ્વિટ્ઝર્લેન્ડમાં ઈચ્છામૃત્યુ કાયદેસર છે. એક્ઝિટ ઈન્ટરનેશનલનો દાવો છે કે ગયા વર્ષે સ્વિટ્ઝર્લેન્ડમાં અન્યોની મદદથી 1,300 લોકોએ આત્મહત્યા કરી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મશીન ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે જેઓ બીમારીના કારણે હલનચલન કરી શકતા નથી. બ્રિટિશ વેબસાઈટ ઈન્ડિપેન્ડન્ટના રિપોર્ટ અનુસાર આ મશીનને અંદરથી પણ ઓપરેટ કરી શકાય છે. બીમાર વ્યક્તિ પણ મશીનની અંદર આંખ મીંચીને આ મશીન ચલાવી શકે છે. આ મશીનમાં બાયોડિગ્રેડેબલ કેપ્સ્યુલ લગાવવામાં આવ્યું છે જેનો ઉપયોગ શબપેટી તરીકે પણ થઈ શકે છે.
આ મશીનનું નામ Sarco આપવામાં આવ્યું છે.
આ મશીનને Sarco નામ આપવામાં આવ્યું છે અને તેનો પ્રોટોટાઈપ હાલમાં જ રજૂ કરવામાં આવ્યો છે. ડૉ. નિત્સ્કેએ કહ્યું, ‘જો બધુ બરાબર રહેશે તો આવતા વર્ષ સુધીમાં આ મશીન માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્રોજેક્ટ છે, પરંતુ અમે તેની ખૂબ નજીકમાં છીએ.
જો કે આ પ્રકારના મશીન બનાવવા બદલ ડોક્ટરની પણ ટીકા થઈ રહી છે. ઇન્ડિપેન્ડન્ટે અહેવાલ આપ્યો છે કે કેટલાક લોકોએ મશીનનો ઉપયોગ કરવાની રીત પર પ્રશ્ન ઉઠાવ્યો છે. લોકો કહે છે કે આ એક ખતરનાક ગેસ ચેમ્બર છે. અને લોકો એવું પણ કહે છે કે આ મશીન લોકોને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરશે. હાલમાં બે મશીનના પ્રોટોટાઈપ તૈયાર છે. ત્રીજું મશીન પણ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને તે આવતા વર્ષ સુધીમાં તૈયાર થઈ જાય તેવી શક્યતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.