દિલ્હીમાં (DELHI) એક્સાઇઝ પોલિસીમાં સુધારો કરતા હવે દારૂનો (ALCOHOL) બિઝનેસ સંપૂર્ણપણે ખાનગી કંપનીઓના (PRIVATE COMPANIES) હાથમાં જતો રહ્યો છે. અત્યાર સુધી ૬૦% દુકાનો ખાનગી અને ૪૦% દુકાન સરકારી હતી.
હવે રાજધાનીમાં ૨૭૨ વોર્ડમાં ૩૨ ઝોન બનાવીને ૮૪૯ લાઈસન્સ આપી દેવામાં આવ્યાં છે. હવે દરેક વોર્ડમાં ફરજિયાત ત્રણથી ચાર દુકાનો ખોલવામાં આવી છે. નવી પોલિસીમાં દારૂના લાયસન્સમાં વેટ જોડી દેતા હવે દારૂ સરેરાશ ૯ ટકા મોંઘું થયો છે. રવિ એક્સાઇઝ નીતિ મુજબ કેટલાક સ્થળે કે જગ્યાએ ન મળતા દુકાનો ખોલી શકાતી શકાય નથી. ત્યાં એક બે દિવસમાં દુકાન ચાલુ કરી દેવામાં આવશે.
જૂની પોલિસી મુજબ સસ્તા ભાવનો દારૂ મંગળવારની રાતના બાર વાગ્યા સુધી જ દારૂ વેચી શકાય એમ હોવાથી દારૂના વેપારીઓ સ્ટોક પૂરો કરવા સસ્તા ભાવે દારૂ વેચવા માંડતાં દુકાનની બહાર ભારે ભીડ લાગી હતી. દારૂ પીવાની કાયદેસર ઉંમર ૨૫થી ઘટાડીને ૨૧ વર્ષ કરવામાં આવી છે. સર્વે હવે દિલ્હીમાં દારૂ વધારે છૂટથી અને સરળતાથી વેચી શકાશે.
૨૧ થી ૨૪ વર્ષની ઉંમરના યુવાનો ને છૂટ મળતા વ્યાપાર પણ વધશે. દારૂની દુકાનમાં લાયસન્સમાં જ વેટ જોડી દેવામાં આવ્યો છે. જથ્થાબંધ કિંમત ઉપર પણ એક્સાઇઝ ટેકસની સાથે વેટ જોડી દેવામાં આવ્યો છે. જુના ભાવમાં સરેરાશ ૯ ટકા વધારો થયો છે. સરકારની દલીલ છે કે દિલ્હીને અડીને આવેલા રાજ્યો ઉત્તરપ્રદેશ , હરિયાણા , પંજાબ , અને રાજસ્થાન માં દારૂ ના ભાવ દિલ્હી કરતાં વધારે જ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.