બોલીવુડ એક્ટ્રેસ શું કરે છે, શું ખાય છે આ વાતને જાણવામાં દરેકને રસ હોય છે. પરંતુ ચાહકો હંમેશાં સૌથી વધુ એ વાત જાણવામાં રસ રાખે છે કે, આખરે તેમની ફેવરેટ એક્ટ્રેસ પોતાની બેગમાં શું સામાન કેરી કરે છે.અને વાત જ્યારે બોલીવુડની ટોપ મોસ્ટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની હોય તો એ જાણવું તો બને જ છે કે, આખરે દીપિકા પાદુકોણ પોતાની બેગમાં શું-શું સામાન રાખે છે.
દીપિકા પાદુકોણે એક ઇન્ટરવ્યૂમાં ‘What’s in my bag’ સેશનમાં જણાવ્યું કે, આખરે તેની બેગમાં કઈ જરૂરી વસ્તુઓ તે તેની પાસે રાખે છે.
દીપિકા પાદુકોણે જણાવ્યું કે, તે પોતાની બેગમાં હેંગઓવર ઉતારવાની દવા રાખે છે અને તે દવાનું નામ Alka Seltzer છે અને હેંગઓવર રિલીફની આ ટેબલેટ હેંગઓવરના લક્ષણોને ઓછા કરે છે, જેમ કે માથું દુખવું, શરીર દુખવું, થકાવટ.
દીપિકા પાદુકોણ આ ખાસ દવા સિવાય માઉથ ફ્રેશનર, પેન્સિલ અને ડાયરી પણ પોતાની બેગમાં રાખે છે. એક્ટ્રેસે જણાવ્યું કે, આ તેના માટે ખૂબ જ જરૂરી છે. આ સિવાય દીપિકા પાદુકોણ હંમેશા પોતાની બેગમાં સેફટી પિન્સ અને બેન્ડેજ પણ કેરી કરે છે. જોકે અમે તો તમને દીપિકાની બેગમાં રહેવા વાળા સામાન વિશે જણાવી દીધું. આશા છે કે તમને જાણીને મજા આવી હશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.