ગુજરાતમાં દારુબંધીના નરમ અમલ વચ્ચે એક જ દિવસમાં પલસાણાથી 22,723 બોટલ દારૂ ઝડપાયો

ગુજરાતમાં દારૂબંધીના લૂલા અમલ વચ્ચે પલસાણાથી રૂ. 31.44 લાખનો દારૂ ઝડપાયો છે અને જેમાં કડોદરા જીઆઈડીસી પોલીસે અંત્રોલી ગામની સીમમાંથી અવાવરૂ જગ્યાએ સંતાડેલો લિસ્ટેડ બુટલેગરનો રૂ. 15,91,200નો દારૂ ઝડપી પાડ્યો છે.

આ રેડ દરમિયાન પોલીસને જોઈને બુટલેગરો નાસી છૂટ્યાં હતાં અને ફિલ્મી ઢબે પીછો કરવા છતાં પોલીસ તેમને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી હતી, જેથી પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. અન્ય એક બનાવમાં પલસાણા સીએનજી પંપ પાસેથી જિલ્લા એલસીબી પોલીસે એક ટેમ્પોને આંતરી, ચોરખાનું બનાવી, કાપડના તાકાની આડમાં સંતાડેલા રૂ. 15,52,800ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કરાયા છે.

પ્રથમ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો સંતાડ્યો છે અને તેને સુરત તરફ કાર્ટિંગ કરવાની ફિરાકમાં છે અને જેથી પોલીસે વહેલી સવારે ભૂરી ગામથી આગળ શૌર્યા મિલની બાજુની ખુલ્લી અવાવરૂ જગ્યામાં છાપો મારતાં ફિલ્મી ઢબે ધમાચકડીના દૃશ્યો સર્જાયા હતાં અને લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા તથા તેના સાગરીતો પોલીસને જોઈને એક કારમાં ભાગવા લાગ્યાં હતાં.

આ રેડ દરમિયાન પોલીસને જોઈને બુટલેગરો નાસી છૂટ્યાં હતાં. ફિલ્મી ઢબે પીછો કરવા છતાં પોલીસ તેમને ઝડપી પાડવામાં નિષ્ફળ રહી હતી, જેથી પોલીસે 6 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાં છે. અન્ય એક બનાવમાં પલસાણા સીએનજી પંપ પાસેથી જિલ્લા એલસીબી પોલીસે એક ટેમ્પોને આંતરી, ચોરખાનું બનાવી, કાપડના તાકાની આડમાં સંતાડેલા રૂ. 15,52,800ની કિંમતનો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જેમાં એકની ધરપકડ કરી ચારને વોન્ટેડ જાહેર કરાયા છે.

પ્રથમ બનાવ અંગે કડોદરા જીઆઈડીસી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસને બાતમી મળી હતી કે અંત્રોલી ગામની સીમમાં લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયાએ અવાવરૂ જગ્યામાં દારૂનો જથ્થો સંતાડ્યો છે અને તેને સુરત તરફ કાર્ટિંગ કરવાની ફિરાકમાં છે. જેથી પોલીસે વહેલી સવારે ભૂરી ગામથી આગળ શૌર્યા મિલની બાજુની ખુલ્લી અવાવરૂ જગ્યામાં છાપો મારતાં ફિલ્મી ઢબે ધમાચકડીના દૃશ્યો સર્જાયા હતાં અને લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડિયા તથા તેના સાગરીતો પોલીસને જોઈને એક કારમાં ભાગવા લાગ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.