શાહરુખ ખાન અને દીપિકાની ભારે વિવાદમાં આવેલી ફિલ્મ ‘પઠાણ’ના ટ્રેલરમાં દિપીકાની ભગવા રંગની બિકીની ગાયબ કરી દેવામાં આવી છે અને આ ટ્રેલરમાં બને તેટલી વિવાદાસ્પદ વાતો દૂર કરી દેશપ્રેમ પર ફોક્સ કરવામાં આવ્યું છે.
‘પઠાણ’ની રિલીઝનુ કાંઉન્ટડાઉન શરુ થઈ ગયું છે. બોલીવૂડનો બાદશાહ ગણાતો શાહરુખ ખાન પાંચ વર્ષ પછી પહેલીવાર ફૂલફલેજ્ડ રોલમાં મોટા પડદે પાછો ફરી રહ્યો હોવાથી તેના ચાહકોમાં ભારે ઉત્તેજના છે. જોકે, આ ફિલ્મનું ‘બેશરમ રંગ’ ગીત રિલીઝ થતાં તેમાં દીપિકાને ભગવા રંગની બિકીનીમાં ઉત્તેજક અદાઓ કરતી દેખાડાતાં ભારે ઉહાપોહ મચી ગયો હતો અને કેટલાંય સ્થળોએ ફિલ્મના બહિષ્કારનાં એલાન પણ અપાયાં છે અને ફિલ્મમાં સેન્સર દ્વારા અનેક કટ સૂચવાયાના અહેવાલો વચ્ચે આખરે મોડું મોડું તેનું ટ્રેલર રિલીઝ કરાયું છે. ટ્રેલરમાં દીપિકાના બિકીની પહેરલાં દૃશ્યો રખાયાં છે પરંતુ તેમાંથી ભગવા રંગની બિકીની બાકાત છે અને તેને બદલે તેને યલો રંગની બિકીનીમાં દેખાડાઈ છે.
ટ્રેલરમા દેશપ્રેમને લગતા સંવાદોની રમઝટ છે. સૈનિકની કટિબદ્ધતાની વાતો કરવામાં આવી છે. તેના દ્વારા ફિલ્મના વિરોધીઓને ચુપ કરી શકાશે એવી સર્જકોને આશા છે અને આ દરમિયાન ટ્રેલર રિલીઝ થતાં જ તેને લગતાં મીમ્સનો પણ રાફડો ફાટી નીકળ્યો હતો અને કેટલાંક મીમ્મસમાં બતાવાયું હતું કે બોયકોટ બોલીવૂડ ગેંગ આ ફિલ્મમાં કશુંક વાંધાજનક શોધવા ફાંફા મારી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.