– દેહ વ્યાપાર કાયદાની દ્રષ્ટિએ અપરાધ નથી, મહિલાને એનો વ્યવસાય નક્કી કરવાનો અધિકાર: મુંબઇ હાઇકોર્ટ
– ત્રણ સેક્સ વર્કરને આઝાદ કરી
મુંબઇ હાઇકોર્ટે વેશ્યાગીરીને લગતો એક મહત્ત્વનો ચુકાદો આપતાં ગુરૂવારે કહ્યું હતું કે કાયાના સોદા કરવા એ કાયદાની દ્રષ્ટિએ કોઇ અપરાધ બનતો નથી.
હાઇકોર્ટે ત્રણ સેક્સ વર્કરને આઝાદ કરવાનો આદેશ આપ્યો હતો. હાઇકોર્ટે કહ્યું કે કોઇ પણ મહિલાને એનો વ્યવસાય નક્કી કરવાનો અધિકાર છે. પોલીસ આવા સેક્સ વર્કરને પૂછ્યા વિના એની ધરપકડ કરી શકે નહીં.
જસ્ટિસ પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન) એક્ટ (PITA) 1956થી વેશ્યાગીરીનો અંત આવવાનો નથી. કાયદામાં એવી કોઇ કલમ નથી જે કાયાના સોદા કરવાને ગુનો ગણાવતી હોય. પોલીસ આ રીતે સેક્સ વર્કરની ધરપકડ કરી શકે નહીં.
આ ઐતિહાસિક ચુકાદો આપ્યા બાદ હાઇકોર્ટે 20, 22 અને 23 વર્ષની એવી ત્રણ મહિલાને આઝાદ કરી દેવાનો પોલીસને આદેશ આપ્યો હતો. આ ત્રણેને મુંબઇ પોલીસે 2019ના સપ્ટેંબરમાં એક મહિલા હોસ્ટેલમાંથી પકડી હતી. એમને સપડાવવા પોલીસે એક બનાવટી ગ્રાહક મોકલ્યો હતો.
મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે આ ત્રણેને એક મહિલા હોસ્ટેલમાં રાખવાનોજ આદેશ આપ્યો હોત અને પ્રોબેશન ઑફિસર પાસે ખુલાસો માગ્યો હતો. ત્યારબાદ આ મહિલાઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.