હરિયાણાનાં કરનાલમાં ખેડૂતો ની ધેરાબંધી, આજે દેશના જિલ્લાઓમાં દેખાવો યોજાશે.

હરિયાણાના કરનાલમાં મંગળવારે કિસાનોની મહાપંચાયત યોજવામાં આવી હતી. હરિયાણા સરકારના પ્રતિનિધિઓ તેમજ કિસાનોનાં ૧૧ નેતાઓ વચ્ચે ની મંત્રણા નિષ્ફળ ગઈ હતી .

કિસાન નેતાઓ અને દેખાવકારો ટેન્ટ નાંખીને આખી રાત સચિવાલયની બહાર ધરણાં યોજશે.

કરનાલમાં પંજાબ, હરિયાણા, યુપી સહિત અનેક રાજયોમાંથી સંખ્યા ઉમટી પડ્યાં હતાં. વરસાદની વચ્ચે કૂચ ચાલુ રાખી હતી. કિસાન નેતા રાકેશ તેમજ યોગેન્દ્ર યાદવ સહિત કેટલાક નેતાની પોલીસે ધરપકડ કરી હતી. જો કે થોડા સમય પછી તમામને છોડી મૂકયાં હતાં.

હરિયાણાના ૫ જિલ્લા કરનાલ, કુરુક્ષેત્ર, કેન્થલ, પાણીપત અને જિન્દમાં મોબાઈલ, ઈન્ટરનેટ સેવા બંધ કરી દીધી હતી. ખેડૂતોને લાભદાયક કિંમત આપવાની માંગ સાથે આજે વિરોધ પ્રદર્શન કરાશે.

કિસાનોને ઊપજ લાભદાયક કિંમત આપવાની માંગણી સાથે ૮ સપ્ટેમ્બર દેશનાં તમામ જિલ્લામાં વિરોધ પ્રદર્શન અને દેખાવો યોજવામાં આવશે. ટિકૈતે જણાવ્યુ હતું કે, કરનાલ સરકાર કિસાનોની વાત સાંભળતી નથી. ખટ્ટર સરકાર અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમારી ધરપકડ કરે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.