નોઇડા પોલીસે એસ્કોર્ટ સર્વિસ (Escort service)ની આડમાં દેહવેપાર કરનારી ગેંગનો ખુલાસો કરતાં મંગળવારે યુવતીઓ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.
ડેપ્યૂટી પોલીસ કમિશ્નર (ઝોન પ્રથમ) રાજેશ એસ.એ જણાવ્યું કે એસ્કોર્ટ સર્વિસના નામે દેહવેપાર નો ધંધો કરનારી ગેંગની લીડર રોશની સોની, તેના પતિ દિવ્યાંશ સોની, શરીફા ખાતૂન, મંજૂ અને પ્રમિલાની સેક્ટર 24 પોલીસે ધરપકડ કરી છે.
રોશની ઓનલાઇન એસ્કોર્ટ સર્વિસ ચલાવે છે. તેઓએ જણાવ્યું કે તેનો મુખ્ય વ્યવસાય સંગઠિત ગેંગ બનાવીને નોઇડા અને એનસીઆર (NCR)માં એસ્કોર્ટ સર્વિસ ચલાવીને દેહવેપાર કરાવવો અને ગ્રાહકોને લૂંટી લેવાનો છે.
આ મામલામાં 17 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આસિસ્ટન્ટ પોલીસ કમિશ્નર બૃજનંદન રાયની આગેવાનીમાં પોલીસે સંબંધિત સ્પા સેન્ટર પર દરોડો પાડ્યો અને ત્યાંથી 11 પુરુષો અને 6 યુવતીઓની ધરપકડ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.