પાકિસ્તાન પોતાના સદાબહાર મિત્ર ચીનને ખુશ કરવા સીપીઈસી પ્ર્રોજેક્ત અંતર્ગત ટેક્ષમાં ભારે છુટ અને પાણીના ભાવે જમીન પધરાવી રહ્યું છે. પરંતુ હવે એક નવો જ ખુલાસો થયો છે. જે અંતર્ગત પાકિસ્તાને ચીનને અનેક મહિલાઓને ચીનને વેચી મારી છે.
આ ખુલાસો જથ્થાબંધ પાના દસ્તાવેજોમાં થયો છે. આ દસ્તાવેજોમાં કુલ 629 મહિલાઓના નામ છે. આ મહિલાઓને પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાંથી ચીનને લોકોને દુલ્હન તરીકે વેચવામાં આવી હતી. આ દસ્તાવેજોને પાકિસ્તાની તપાસકર્તાઓએ તૈયાર કર્યા છે. તપાસકર્તાઓ પાકિસ્તાનમાં ગરીબ લોકોનું શોષણ કરવું અને દેહ વ્યાપારના નેટવર્કને તોડવાનું કામ કરી રહ્યા છે.
આ પાકિસ્તાનથી ચીનમાં 2018થી થયેલા દેહ વ્યાપારના સૌથી વિશ્વસનીય આંકડા છે. પરંતુ પાકિસ્તાની સરકારને દેહ વ્યાપારને રોકવાના સરકારી પ્રયાસોને જૂન 2018થી બંધ કરી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ પ્રયત્નો પાકિસ્તાનને ચીનથી પોતાના આર્થીક ફાયદાના નુકસાનનો ડર છે. આ કેસમાં 20 માત્ર પાકિસ્તાનના બે શહેરો પૂર્વી પંજાબ પ્રોવિન્સના ફેસલાબાદ અને લાહોરના જ છે.
પાકિસ્તાનમાં તસ્કરો વિરુદ્ધ આવેલા સૌથી મોટો કેસ બંધ થઈ ચૂક્યો છે. ઓક્ટોબરમાં ફેસલાબાદની એક કોર્ટે 31 ચીની નાગિરીકોને તસ્કરીના આરોપમાં મૂક્ત કરી દીધા હતા. ત્યારબાદ મળેલી મહિલાઓએ પોલીસ પૂછપરછમાં કોઈપણ સાક્ષી આપવા માટે ઇન્કાર કરી દીધો હતો. આ કેસ સાથે સંકળાયેલા એક કોર્ટ અધિકારી અને એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, આવું એટલા માટે થયું હતું કારણ કે આ મહિલાઓને શાંત રહેવાની ધમકી મળી હોય કે પછી તેમને પૈસા આપવામાં આવ્યા હોય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.