WhatsApp પર ઘણીવાર એવું થાય છે કે યુઝર મેસેજ સેન્ડ કરીને ડિલીટ કરી દે છે. તેવામાં સામેનો વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે આખરે એવું તો શું લખ્યું હતું કે ડિલીટ કરી દીધું. પરંતુ આ ટ્રિકની મદદથી તમે ડિલીટ મેસેજને વાંચી શકો છો. સૌપ્રથમ તમને જણાવી દઇએ કે WhatsApp પર ડિલીટ થયેલા મેસેજને વાંચવા માટેની કોઇ ઓફિશિયલ ટ્રિક નથી. તેવામાં તમે થર્ડ પાર્ટીની મદદથી WhatsApp પર ડિલીટ થયેલા મેસેજને વાંચી શકો છો.
- સૌપ્રથમ તમારે થર્ડ પાર્ટી એપ WhatsRemoved+ ને ડાઉનલોડ કરવાની છે
- ફોન પર WhatsRemoved+ એપ ઇન્સ્ટોલ થઇ ગયા બાદ, તેને ખોલો અને નિયમ તથા શરતોને સહમતિ આપો.
- તેવામાં કામ કરવા માટે તમારે ફોનની નોટિફિકેશનનું એક્સેસ આપવાનું રહેશે.
જો તમે તેનાથી સહમત હોય તો Yes ઓપ્શન પર ક્લિક કરો. - તે બાદ તે Application ને સિલેક્ટ કરો જેને નોટિફિકેશનથી બચાવવા માંગો છો.
- ડિલીટ થઇ ચુકેલા WhatsApp મેસેજને વાંચવા માટે ફક્ત WhatsApp મેસેજને ઇનેબલ કરો અને પછી continue પર ક્લિક કરો.
- આ ઉપરાંત અન્ય ઓપ્શન પણ ઉપલબ્ધ હશે જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ વગેરે સામેલ છે.
- જે ફાઇલને સેવ કરવા માંગો છો તેને સિલેક્ટ કરો.
- તે બાદ તમે એક પેજ પર જશો જ્યાં તમામ ડિલીટ થયેલા મેસેજ જોવા મળશે.
- તમારે સ્ક્રીનની ટૉપ પર ડિટેક્ટેડ ઓપ્શન પાસે WhatsApp ઓપ્શન પર ક્લિક કરવાનું છે.
- આ સેટિંગ્સને ઇનેબલ કર્યા બાદ તમે તમામ ડિલિટ થયેલા WhatsApp મેસેજને વાંચી શકશો.
આ સાથે જ WhatsApp પર હવે મેસેજ મોકલવા ખૂબ જ સરળ થઇ જશે. Fast Playback ફીચર દ્વારા યુઝર્સ વૉયસ મેસેજ માટે પ્લેબેક સ્પીડ સેટિંગને ચેન્જ કરી શકે છે. તેના દ્વારા કોઇના અવાજની પિચને બદલ્યા વિના પ્લેબેક સ્પીડને 2ગણી સુધી વધારી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.