દિલ્હીમાં દસ દિવસમાં 10 લાખ જગ્યા ભરાઇ ગઇ, લૉકડાઉનના પગલે બેકારી થઇ હતી બેફામ

– કેજરીવાલ સરકારે જોબ પોર્ટલ શરૂ કર્યું હતું

 

કોરોના અને અઢી ત્રણ માસના લૉકડાઉના પગલે અન્ય રાજ્યોની જેમ પાટનગર નવી દિલ્હીમાં પણ બેકારી દિવસે દિવસે માઝા મૂકી રહી હતી. દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે બેકાર યુવાનોને સહાય કરવા જુલાઇની 27મીએ એક જોબ પોર્ટલ શરૂ કર્યું હતું. આ પોર્ટલમાં જુદી જુદી કંપનીઓએ બાવીસ લાખ વેકેન્સીની વિગતો મૂકી હતી. બેકાર યુવાનોએ ધડાધડ અરજીઓ કરી હતી અને છેલ્લા દસ દિવસમાં બાવીસ લાખમાંથી દસ લાખ જગ્યાઓ ભરાઇ ગઇ હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.

દિલ્હીની સરકારે ડુપ્લીકેટ એન્ટ્રી કે બનાવટી લાગે એવી એન્ટ્રી રદ કરી હતી. આમ છતાં બાવીસમાંથી 19 લાખ વેકેન્સીની વિગતો આ પોર્ટલ પર હતી. હવે લગભગ દસ લાખ વેકેન્સી ભરાઇ જતાં હજુ નવ લાખ જગ્યાઓ ખાલી પડી હતી. દિવસે દિવસે બેકારોની નવી નવી અરજીઓ આવે છે. જેવી જેની યોગ્યતા એ રીતે કામ મળતું થાય છે એવું એક પ્રવક્તાએ કહ્યું હતું. દિલ્હી સરકારના રોજગાર પ્રધાન ગોપાલ રાયે કહ્યું હતું કે નોકરીઓ તો અઢળક ખાલી છે. પરંતુ જે તે હોદ્દા માટે યોગ્ય ઉમેદવારો મળતા નથી એટલે જગ્યાઓ ખાલી પડી રહે છે. અત્યારે નવ લાખ જગ્યાઓ ખાલી છે એની સામે સાડા આઠ લાખ અરજદારો છે. જેની જે હોદ્દા માટેની યોગ્યતા હશે તેને જે તે કંપની સમાવી લેવાના પ્રયાસ કરશે. દિલ્હી સરકાર આ પરિસ્થિત પર નજર રાખી રહી હતી એમ રાયે વધુમાં કહ્યું હતું.  તેમણે વધુમાં કહ્યું હતું કે લાયક ઉમેદવારોને બનતી ત્વરાએ કામ મળી જાય એ માટે આપ પક્ષની સરકારે આ વ્યવસ્થા કરી હતી. આ વ્યવસ્થાને ધાર્યા કરતાં વધુ સારો પ્રતિસાદ મલ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.