દિલ્હીમાં 15 દિવસમાં બીજો મોટો અગ્નિકાંડ, 9 જીવતા ભૂંજાયા, કેટલાંય ઘાયલ

દિલ્હીના કિરાડી વિસ્તારમાં એક બિલ્ડિંગમાં આગ લાગી ગઇ. મળતી માહિતી પ્રમાણે કિરાડીના ઇંદર એનકલેવમાં એક ચાર માળની બિલ્ડિંગમાં આગ લાગી. ફાયરબ્રિગેડના અધિકારીના મતે અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આગ શોર્ટ સર્કિટના લીધે લાગી છે

કહેવાય છે કે આગ કપડાના ગોડાઉનમાં લાગી છે. બિલ્ડિંગના નીચેના ભાગમાં બનેલા ગોડાઉનમાં રવિવારે રાત્રે ભયાનક આગ લાગી. લગભગ 12 વાગ્યે લાગેલી આગની ઝપટમાં એક ડઝનથી વધુ લોકો આવી ગયા. ફાયરબ્રિગેડના મતે 9 લોકોના મોત થયા છે. જો કે પ્રદત્યક્ષદર્શીઓના મતે મૃતકોની સંખ્યા તેનાથી કયાંય વધુ હોઇ શકે છે. તમામ ઘાયલોને સંજય ગાંધી અને નજીકની એક ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા છે.

ચાર માળની આ બિલ્ડિંગના નીચલા ભાગમાં ગોડાઉન છે, જ્યાં સૌથી પહેલાં આગ લાગી અને એક સિલિન્ડર બ્લાસ્ટ થયો. મૃતકમાં મકાન માલિક અને ભાડુઆતના પરિવારવાળા છે. તમામ ઉપલા માળે પોત-પોતાના ઘરમાં સૂતા હતા. તેમાં બાળકો, વૃદ્ધ અને મહિલાઓ હતા. તેમને ભાગવાની તક જ મળી નહીં.

આની પહેલાં 7 ડિસેમ્બરના રોજ દિલ્હીના રાની ઝાંસી રોડ પર અનાજ મંડીમાં ભીષણ આગ લાગી. આ ઘટનામાં પોલીસ 3 લોકોના મોતની પુષ્ટિ કરી. આગ લાગતા શોર્ટ સર્કિટ થયું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત કેટલાંય નેતાઓએ ટ્વીટ કરી અકસ્માત પર દુ:ખ વ્યકત કર્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.