અમદાવાદમાં કોરોનાના સંક્રમણ સામે સંક્રમિતોની સારામાં સારી સારવાર થાય તે માટે સિવિલ હોસ્પિટલના તબીબોનું માર્ગદર્શન કરવા દેશના નામાંકિત અને શ્રેષ્ઠ તબીબોને સ્પેશ્યલ વિઝીટ માટે અમદાવાદ બોલાવવામાં આવ્યા છે.
આ શ્રેષ્ઠ તબીબોમાં કોરોના અંગેની સારવાર સંશોધનની મહત્વપૂર્ણ સંસ્થા આઇ.સી.એમ.આર.માં જેમની અગ્રણી ભૂમિકા છે. દિલ્હીથી ડૉક્ટરોની ટીમ અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવી છે. જ્યાં તેઓએ એક બેઠક પણ કરી છે.
ડો.રણદીપ ગુલેરીયા અને ડૉ.મનીષ સુનેજાએ રેસિડેન્ટ ડૉક્ટરોને માર્ગદર્શન આપ્યું. દિલ્લીથી ડોક્ટરોની આવેલી આ ટીમ દ્વારા કોરોનાના કહેર અંગે ગુજરાતની સ્થિતિનું વિશ્લેષણ કરવામાં આવશે અને અમદાવાદમાં વધતા જતા કેસ અને મૃત્યુદર અંગે સમીક્ષા કરાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.