દિલ્લીનાં અનાજ મંડી વિસ્તારમાં લાગેલી ભીષણ આગમાં 43 લોકોનાં મોત થયા છે. ઘટનાસ્થળ પર પહોંચેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, “ઘટનાની તપાસનાં આદેશ આપવામાં આવી ગયા છે અને દોષિતોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે.” તેમણે પીડિતોને સહાય આપવાની જાહેરાત કરી છે. જો કે આ દરમિયાન ઘટનાથી આક્રોશિત લોકોએ નારેબાજી પણ કરી. તો બીજેપીએ પણ પીડિતો માટે આર્થિક સહાયતા આપવાની જાહેરાત કરી છે
સીએમ કેજરીવાલે કહ્યું કે, “આ ઘણી જ દુ:ખદ ઘટના છે. આગમાં 40થી વધારે લોકોનાં મોત થયા છે. આ ઘણો મોટો અકસ્માત છે. મે મેજિસ્ટ્રેટ તપાસનાં આદેશ આપ્યા છે. જે પણ દોષિત હશે તેની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. મૃતકોનાં પરિવારોને 10-10 લાખ વળતર આપવામાં આવશે. ઘાયલોની મફતમાં સારવાર કરવામાં આવશે અને એક એક લાખ રૂપિયા વળતર આપવામાં આવશે.” મોટાભાગનાં લોકો યૂપી બિહારથી હોવાની વાત પર તેમણે કહ્યું કે, “અમારા માટે દરેક વ્યક્તિની જિંદગી મહત્વપૂર્ણ છે, તે ક્યાંયનો પણ હોય.”
ઘટનાસ્થળ બાદ સીએમ કેજરીવાલ એલએનજેપી હૉસ્પિટલ પહોંચ્યા જ્યાં મોટાભાગનાં ઘાયલોને ભરતી કરવામાં આવ્યા છે. સીએમે કહ્યું કે, “એક વ્યક્તિ 50 ટકા પર્સેન્ટથી વધારે સળગેલો છે. 8 અન્યને વધારે ધૂમાડો અંદર લઇ લેવાના કારણે ભરતી કરવામાં આવ્યા છે. ઘટનામાં 15 અન્ય લોકો ઘાયલ છે.” દિલ્લી સરકારે અનાજ મંડી ક્ષેત્રની ફેક્ટ્રીમાં લાગેલી આગની ઘટનામાં તપાસનાં આદેશ આપતા 7 દિવસની અંદર રિપોર્ટ માંગ્યો છે. દિલ્લીનાં મહેસૂલ મંત્રી કૈલાશ ગેહલોતે જિલ્લા મેજિસ્ટ્રેટને તપાસ કરવા અને 7 દિવસની અંદર રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.