દિલ્હીના રાણી ઝાંસી રોડ વિસ્તારમાં અનાજ મંડીમાં આવેલી એક ફેકટરીમાં રવિવારે વહેલી સવારે આગ લાગી હતી. આ ઘટનામાં અત્યાર સુધીમાં 43 લોકોના મોત થયા છે. જ્યારે ડઝનબંધ લોકો ઘાયલ થાય છે.
દિલ્હીના જે અનાજ મંડી વિસ્તારમાં આજે આગ લાગી ત્યાંની ગલીઓ ખૂબ જ સાંકડી છે. સાથો સાથ આસપાસ પાણીનું સાધન પણ નથી જેના લીધે ફાયરબ્રિગેડની ગાડીઓને દૂર-દૂરથી પાણી લાવવું પડ્યું. સ્થળ પર પહોંચેલા ચીફ ફાયર ઓફિસરે કહ્યું કે તેમને જ્યારે આગ લાગવાની માહિતી મળતી તો માત્ર એટલું જ કહેવામાં આવ્યું હતું કે એક બિલ્ડિંગમાં આગ લાગી છે, એ નહોતું કહ્યું કે ત્યાં લોકો ફસાયા છે.
તેમણે કહ્યું કે જો અમને કહેવામાં આવ્યું હોત કે અહીં આટલી મોટી સંખ્યામાં લોકો ફસાયા છે તો અમે મોટા દળ સાથે અહીં પહોંચી જાત અને વધુ લોકોના જીવ બચાવી શકયા હોત. ચીફ ફાયર ઓફિસરના મતે 50થી વધુ લોકોને નીકાળવામાં આવ્યા છે, તેમાંથી મોટાભાગના લોકોના જીવ બચી જશે. જો કે જેમને નીકાળવામાં મોડું થયું તેમના બચવાની આશા ઘણી ઓછી છે કારણ કે ધુમાડો એટલો બધો હતો કે લોકોના શ્વાસ રૂંધાયાની આશંકા વધુ છે.
વાત એમ છે કે જે બિલ્ડિંગમાં આગ લાગી તેમાં ફેકટરીની સાથો સાથ લોકો રહેતા પણ હતા. કહેવાય છે કે બિલ્ડિંગમાં બેકરીનું ગોડાઉન ચાલતું હતું અને લોકો ત્યાં સૂતા પણ હતા. અહીં પેકેજીંગનું કામ પણ થતું હતું. અહીં ફેકટરીઓ પણ પરસ્પર આવેલી છે, આથી આગ ઝડપથી ફેલાઇ. આ વિસ્તારની ગલીઓ ખૂબ જ સાંકળી છે, આથી એક વખતમાં એક જ ગાડી અંદર જઇ શકે છે. તેના લીધે પણ રાહત કાર્યને ઝડપથી અંજામ આપી શકાયો નહીં. આ જ કારણ છે કે ધુમાડાના ગોટેગોટા ફેલાતા ગયા અને લોકો બેભાન થવા લાગ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.