દિલ્હીમાં આવેલ અનાજ મંડી વિસ્તારમાં રવિવારે સવારે આગ લાગવાની ઘટનામાં 43 લોકોના મોત થયા છે. નજરો એટલો ભયાવહ હતો કે કાળઝુ કંપી ઉઠે, આ દરમિયાન એક એવી હ્રદયદાવક સત્યઘટનાની જાણ થઈ છે. જેને સાંભળી તમારી પણ આંખો ભીની થઈ જશે. લગભગ સવારે 4 વાગ્યે જ્યારે દિલ્હીવાસીઓ મીઠી ઉંઘ માણી રહ્યા હતા ત્યારે આ તરફ મુશર્રફ અલી તેના પાડોસી મિત્રને ફોન કરી આજીજી કરી રહ્યા હતા કે, હું મરી રહ્યો છું, મારા મૃત્યુ બાદ પરિવારની દેખરેખ કરવાવાળુ કોઈ નથી. હવે તું જ માત્ર સહારો છે તેમનું ધ્યાન રાખજે. મુશર્રફ અલી તેના દોસ્તને કહી રહ્યો હતો કે, મોનુ ભાઈ હું આજે ખતમ થઈ જશે. આગ લાગવાની છે. તું અહીં કરોલ બાગ આવી જજે, ગુલજાર પાસેથી નંબર લઈ લેજે.
મોનું પુછે છે ક્યાં દિલ્હી? મુશર્રફ અલીએ કહ્યું, હાં મોનું: તું ગમેતેમ કરી નિકળ ત્યાંથી, અલી: ના ભાઈ કોઈ ભાગવાનો રસ્તો નથી, આજે હું ખતમ છું, મારા ઘરનું ધ્યાન રાખજે. હવે તુંજ છો તેમનું ધ્યાન રાખજે. આ દરમિયાન તેને ગુંગળામણ થતા તે કહે છે, હવે તો શ્વાસ પણ નથી લેવાતો. મોનુ કહે છે, આગ કેવી રીતે લાગી. અલી કહે છે ખબર નહી. મોનુ: પોલીસ, ફાયર બિગ્રેડને ફોન કર ત્યાંથી નિકળવાની કોશિશ કર.
અલ્લાહને યાદ કરી અલીએ કહ્યું, ભાઈ હવે શ્વાસ પણ નથી લેવાતો, જેમ-જેમ તે મોતની નજીક જઈ રહ્યો હતો. તેમ-તેમ તેને પોતાના પરિવારની ચિંતા સતાવી રહી હતી. જ્યારે અલીને સામે મોત દેખાવા લાગ્યું તે રોવા લાગ્યો. કહ્યું, ઘરનું ધ્યાન રાખજે ભાઈ, યા અલ્લાહ..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.