દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ને વટાવી ગયો, પ્રદૂષણમાં બેફામ થયો વધારો

-પરોઢિયે પાંચ ફૂટ દૂરનું કંઇ દેખાતું નથી

પાટનગર નવી દિલ્હીમાં પ્રદૂષણ બેફામ વધી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. દિલ્હી અને એનસીઆરમાં ઘણાં સ્થળે  એર ક્વોલિટી ઇન્ડેક્સ 450ના આંકને વટાવી ગયો હતો. વહેલી સવારે ધૂમ્મ્સ જેવું પ્રદૂષણ એટલું સઘન હોય છે કે ચાર પાંચ ફૂટ દૂરનું કશું નજરે પડતું નથી.

આજે સવારે ગાઢ ધૂમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. જો કે એ ધૂમ્મસ નહીં પણ  પ્રદૂષણ હતું. ખાસ કરીને દિલ્હીનું ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, આઇટીઓ, રોહિણી, દ્વારકા અને આનંદ વિહાર જેવા વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય હતી. હવાની ગુણવત્તા પણ અત્યંત ખરાબ હતી. સેન્ટ્રલ પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે જણાવ્યા મુજબ આઇટીઓમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 460થી પણ વધુ હતો. દ્વારકામાં 464, રોહિણીમાં 478, અશોક વિહારમાં 464, જહાંગીર પુરીમાં 491, આનંદ વિહારમાં 468 અને ઇન્દિરા ગાંધી એરપોર્ટ પર 447 હતો. પર્યાવરણની દ્રષ્ટિએ આ સૌથી ઝેરી હવા હતી. 401થી 500 સુધીનો ઇન્ડેક્સ સૌથી ઝેરી ગણાય છે અને એ આરોગ્ય માટે ખતરનાક હોવાનો નિષ્ણાતોનો અભિપ્રાય હતો.

આવું માત્ર દિલ્હીમાં નહોતું. નોઇડા અને ગુરુગ્રામમાં પણ આ જ સ્થિતિ હતી. નોઇડાના સેક્ટર એકમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 458, સેક્ટર નંબર 62માં 473 અને સેક્ટર 116માં 440નો હતો. ગુરુગ્રામ સેક્ટર 51માં 469નો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.