દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં લાગી વિકરાળ આગ, 35 લોકોના મોતથી હાહાકાર

દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવાર સવારે ભીષણ આગ લાગી છે. ચાર માળની બિલ્ડિંગમાં લાગેલી આગમાં કેટલાંક લોકો બળીને ખાખ તો કોઇકનો શ્વાસ રૂંધાતા મોતને ભેટ્યા છે. મળતી માહિતી પ્રમાણે આ આગમાં અત્યાર સુધીમાં 35 લોકોના મોત થતા હાહાકાર મચી ગયો છે. ડઝનબંધ લોકોને એલએનજેપી , હિન્દુ રાવ અને રાએમએલ હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સ્થળ પર ફાયરબ્રિગેડની 30 ગાડીઓ આગને કાબૂમાં લેવા પહોંચી ગઇ છે. 50 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. રાહત અને બચાવ અભિયાન હજુ પણ ચાલુ છે.

ફાયરબ્રિગેડ વિભાગને સવારે 5.22 વાગ્યે આગ લાગ્યાની માહિતી મળ્યા બાદ સ્થળ પર પહોંચી ગયા હતા. ઘાયલ લોકોને એલએનજેપી અને હિન્દુ રાવ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. એલએનજેપી હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડૉ.કિશોર કુમારે કહ્યું કે 14 લોકોના મોત થઇ ગયા છે. ડૉકટરની ટીમ ઘાયલોની સારવાર કરી રહ્યું છે. બીજીબાજુ દિલ્હી પોલીસે 32 લોકોના મોતની પુષ્ટિ કરી છે.

દિલ્હી ફાયર સર્વિસના ચીફ ફાયર ઓફિસર અતુલ ગર્ગ પણ સ્થળ પર પહોંચી ગયા છે. તેમણે મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં કહ્યું કે અત્યાર સુધીમાં 50 લોકોને બચાવ્યા છે. મોટાભાગના લોકોને ધુમાડાથી અસર થઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.