- મંગળવાર ના રોજ બપોરે દિલ્હી NCRમાં ભૂકંપના આંચકા આવ્યા હતા. આ સિવાય બીજે જમ્મુ-કાશ્મીર અને ચંદીગઢમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
દિલ્હી- NCR, જમ્મુ કાશ્મીર, ચંદીગઢ સાથે ભારતના ઘણા શહેરોમાં ભૂકંપની અસર જોવા મળી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આ ભૂકંપ બપોરે 1.33 કલાકે અનુભવાયો હતો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી નું કહેવું છે કે , ભૂકંપનું કેન્દ્ર જમ્મુ-કાશ્મીરના ડોડામાં હતું. તેની ઊંડાઈ જમીનની અંદર 6 કિલોમીટર સુધી હતી. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.4 હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.