દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ નું વિદ્યાર્થીપક્ષી નિવેદન: કહ્યું કે ફરી સત્તામાં આવશે તો વિદ્યાર્થીઓને પણ બસોમાં મફત યાત્રા કરાવશે

કેજરીવાલે વિધાનસભા ચૂંટણી પહેલા શુક્રવારે મીટિંગમાં પોતાની સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી. CM કેજરીવાલે જાહેરાત કરી હતી કેસ જો આ વખતે પણ તેઓ સત્તામાં આવસે તો વિદ્યાર્થીઓ માટે પણ બસોમાં નિઃશુલ્ક યાત્રાની વ્યવસ્થા કરવામાં આવશે. મહિલાઓની સાથો-સાથ વિદ્યાર્થીઓ પણ બસમાં મફતમાં યાત્રા કરી શકશે. CM કેજરીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેને માટે પૈસા ક્યાંથી આવશે, તો તેમણે વ્યંગ કરતા કહ્યું હતું કે, અમે પોતાના માટે એરોપ્લેન નહીં ખરીદીશું. એ જ નાણામાંથી મફત યાત્રા કરાવીશું.

CM કેજરીવાલે કહ્યું હતું કે, મહિલાઓની સુરક્ષાને લઈને અમે ખૂબ જ ચિંતિત છીએ. તેને મિશનના રૂપમાં લઈને કામ કરી રહ્યા છીએ. સૌએ પોતાનો રોલ અદા કરવો પડશે. સરકારે CCTV કેમેરા લગાવડાવ્યા છે અને હજુ વધુ કેમેરા લગાવવામાં આવી રહ્યા છે. બસોમાં માર્શલ નિયુક્ત કરવામાં આવ્યા છે. ડાર્ક સ્પોટ દૂર કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી બાદ લાસ્ટ માઈલ કનેક્ટિવિટી પર હજુ વધુ કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું હતું કે, પોલીસમાં સુધારો લાવવાની જરૂર છે, જેથી લોકોની અંદર વિશ્વાસ પેદા થાય. તેમણે કહ્યું હતું કે, દિલ્હીના ખૂણે-ખૂણામાં જઈને રસ્તા, પાણી, ગટર, સીવર અને CCTV લગાવવામાં આવ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.