દિલ્હીમાં મતદાનની તારીખ નજીક આવતા જ આરોપ-પ્રત્યારોપ સતત વધી ગયા છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આતંકી કહેવાની વિરૂદ્ધ હવે દીકરી હર્ષિતા ઉતરી છે. હર્ષિતા એ કહ્યું કે રાજકારણ ગંદુ છે, પરંતુ આ એક નવું સ્તર છે.
ભાજપના નેતાઓ પર નિશાન સાંધતા હર્ષિતા કેજરીવાલે કહ્યું કે શું લોકોને મફત સ્વાસ્થ્ય સુવિધા આપનાર આતંકવાદી હોઇ શકે છે. શું બાળકોને શિક્ષિત કરનાર આતંકવાદી હોઇ શકે છે. શું વીજળી અને પાણીના પુરવઠામાં સુધારો કરનાર આતંકવાદી હોઇ શકે છે.
હર્ષિતા કેજરીવાલે કહ્યું કે મને હજુ પણ યાદ છે કે દરરોજ જ્યારે અમે જાગતા હતા તો મારા ભાઇ, માતા, દાદા-દાદી અને હું સવારે 6 વાગ્યે ભાગવદ ગીતા વાંચીએ છીએ અને વ્યક્તિથી વ્યક્તિના ભાઇચારાનું ગીત ગાઇએ છીએ. અમને આ અંગે ભણાવામાં પણ આવે છે. શું આ આતંકવાદ છે?
કેજરીવાલની દીકરીએ કહ્યું કે તેમની (ભાજપ) તરફથી આરોપ લગાવા દો. તેમને 200 સાંસદ અને 11 મુખ્યમંત્રી લાવવા દો. માત્ર અમે જ નહીં પરંતુ 2 કરોડ સામાન્ય લોકો પણ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. દિલ્હીની પ્રજા 11 ફેબ્રુઆરીના રોજ નિર્ણય કરશે કે શું તેઓ આરોપો પર વોટ કરે છે કે પછી કામ પર.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.