દિલ્હી પોલીસના સાઉથ ઈસ્ટના ડીસીપી ચિન્મય બિસ્વાલને ચૂંટણી આયોગે હટાવી દીધા છે. ચૂંટણી આયોગની ટીમે રવિવારે શાહીન બાગ વિસ્તારની મુલાકાત લીધી હતી. જે બાદ ચિન્મય બિસ્વાલને હટાવી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ સાથે જ તેઓને ગૃહ મંત્રાલયને રિપોર્ટ કરવા પણ કહેવાયુ છે. તેમના સ્થાને સાઉથ દિલ્હીના એડિશનલ ડીસીપી કુમાર જ્ઞાનેશને તુરંત જ ચાર્જ સંભાળવા કહેવામાં આવ્યુ છે.
સુત્રોના મતે સુરક્ષા વ્યવસ્થા, ફાયરિંગની ઘટનાઓ અને રસ્તા બંધ કરવાને લઈને ચૂંટણી પંચની ટીમે નારાજગી વ્યક્ત કરી. જે બાદ ચૂંટણી પંચે કાર્યવાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, સીએએના વિરુદ્ધમાં શાહીન બાગમાં પ્રદર્શન ચાલી રહ્યુ છે. અને પહેલી ફેબ્રુઆરીએ એક યુવાને શાહીન બાગ ખાતે ફાયરિંગ કર્યુ હતુ. આ અગાઉ પણ જામિયા મિલ્લિયા યુનિવર્સિટીની બહાર એક યુવકે પોલીસની હાજરીમાં ફાયરિંગ કર્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.