દિલ્હીમાં ફેલાયેલી હિંસા બાદ કોંગ્રેસ આક્રમક મૂડમાં છે. કોંગ્રેસના એક પ્રતિનિધિ મંડળે હિંસા મામલે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી છે. કોવિંદ સાથે મુલાકાત બાદ મનમોહનસિંહે મોદી સરકારની ઝાટકણી કાઢી છે. દિલ્હી હિંસાને મનમોહને રાષ્ટ્રીય શરમ બતાવી કેન્દ્ર સરકારને રાજધર્મનું પાલન કરવાની અપીલ કરી છે. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહે જણાવ્યું છે કે, દિલ્હી હિંસા મામલે અમે રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી છે. જે થયું છે એ એક રાષ્ટ્રીય શરમ છે. આ કેન્દ્ર સરકારની નિષ્ફળતા છે. મનમોહનસિંહે રાષ્ટ્રપતિને અપીલ કરી છે કે પોતાની સત્તાનો ઉપયોગ કરે અને કેન્દ્ર સરકાર સાથે વાત કરી રાજધર્મની રક્ષા કરવાના આદેશ કરે. ગુજરાતમાં ગોધરાકાંડ સમયે વાજપેયીએ મોદીને રાજધર્મું પાલન કરવાની અપીલ કરી હતી. જોકે, એ સમયે અડવાણીએ આ મામલાને સંભાળી લીધો હતો. દિલ્હીની હિંસામાં 35 લોકોનાં મોત થઈ ચૂકયા છે.
કોંગ્રેસ નેતા સાથે કોંગ્રેસના કાર્યકારી સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને પૂર્વ પીએમ મનમોહનસિંહ પણ હાજર રહ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ રાષ્ટ્રપતિને દિલ્હીની હિંસા અંગે મેમોરેંડમ સોંપ્યુ છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, કેન્દ્રની મોદી સરકાર દિલ્હીમાં ફેલાયેલી હિંસા પર કાબૂ મેળવવામાં નિષ્ફળ ગઈ છે. સોનિયા ગાંધીએ રાષ્ટ્રપતિ સાથેની મુલાકાત બાદ જણાવ્યુ કે, સરકારે હિંસા સામે આંખ આડા કાન કર્યા છે. દિલ્હી અને કેન્દ્રની સરકાર હિંસા રોકવામાં નિષ્ફળ ગઈ છે. જેથી હિંસા મામલે રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે. દિલ્હી હિંસામાં 34 લોકોનાં મોત થયાં છે. સોનિયા ગાંધીએ ફરી એકવાર અમિત શાહના રાજીનામાની માગ કરી છે. એવો આરોપ મૂક્યો છે કે તેઓ સ્થિતિ સંભાળવામાં નિષ્ફળ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.