દિલ્હીમાં ફરીવાર AAP ના રાજના પડઘમ,જશ્નની તસવીરો કેમેરા માં કેદ

દિલ્હીના શરૂઆતના રૂઝાનમાં આમ આદમી પાર્ટીને બહુમત મળતી દેખાઈ રહી છે. સવારે 8 વાગીને 20 મિનિટ સુધીમાં આમ આદમી પાર્ટી 37 સીટોથી આગળ ચાલી રહી છે. તેમજ ભાજપ ખુબ પાછળ ચાલી રહ્યું છે. તે 10 સીટો પ આગળ અને કોંગ્રેસ તો માત્ર 2 જ સીટો પર આગળ ચાલી રહ્યું છે.

ત્યારે આ માહોલની વચ્ચે કેજરીવાલનો વિજય રથ તૈયાર કરવામાં આવતો જોવા મળ્યો છે. અને આમ આદમી પાર્ટીના લોતો જશ્ન મનાવી રહ્યા છે. એક ઓપન જીપ તેમજ શણગારના દૃશ્યો કેમેરામાં કેદ થયા છે. લોકોમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે,. અરવિંદ કેજરીવાલ ફરી એકવાર મુખ્યમંત્રી બનતા જોવા મળી રહ્યા છે. ત્યારે અહીં જુઓ કેટલીક તસવીરો…

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.