દિલ્હી-NCRમાં બુધવારના રોજ સાંજે જોરદાર પવન સાથે હળવો વરસાદ અને કરા પડતા વાતાવરણ ખુશનુમા બની ગયું હતું. આ સાથે લોકોને ગરમીથી પણ મોટી રાહત મળી હતી. ત્યારે ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યાં અનુસાર, ગુરુવારે પણ હવામાન કંઇક આવું જ રહેવાની શક્યતા છે અને આ દરમિયાન આકાશમાં વાતાવરણ વાદળછાયું રહેશે અને ગાજવીજ વરસાદ સાથે વીજળી પણ પડવાની શક્યતા છે. હવામાન વિભાગે સાથે એવી પણ આગાહી કરી છે કે, શુક્રવારથી તાપમાન ફરીથી વધવાનું શરૂ થઇ જશે, પરંતુ સોમવાર સુધી ગરમીના પ્રકોપથી રાહત મળશે. ત્યાર બાદ મંગળવારથી ફરી ગરમીનો પ્રકોપ શરૂ થઇ જશે.
બુધવારે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 4 ગણું વધારે 28.8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1ગણું વધારે 39.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ગુરુવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 39 અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે અને આકાશમાં આંશિક વાદળછાયું વાતાવરણ રહેશે અને ભારે ગાજવીજ સાથે વીજળી પડવાની પણ શક્યતા છે.
સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના જણાવ્યાં અનુસાર, ગુરુવારે સવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘મધ્યમ’ શ્રેણીમાં 173 નોંધવામાં આવ્યું. આ સાથે નોઇડામાં AQI 180 છે, જ્યારે ગુરુગ્રામમાં 179 નોંધવામાં આવ્યું. તમને જણાવી દઇએ કે, AQIને શૂન્ય અને 50ની વચ્ચે ‘સારા’, 51 અને 100 ની વચ્ચે ‘સંતોષજનક’, 101 અને 200 ની વચ્ચે ‘મધ્યમ’, 201 અને 300 ની વચ્ચે ‘નબળું’, 301 અને 400 ની વચ્ચે ‘ખૂબ જ નબળું’ અને 401 વચ્ચે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અને 500ને ‘ગંભીર’ શ્રેણીમાં ગણવામાં આવે છે.
દેશમાં દક્ષિણ આંદામાન અને બંગાળની ખાડીના વિસ્તારો માટે ચેતવણી જાહેર કરતા હવામાન વિભાગે જણાવ્યું કે, “અમે 6 મેની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્રમાં અને તેની આસપાસ નીચા દબાણનો વિસ્તાર બનવાની અપેક્ષા રાખીએ છીએ. ત્યાર બાદ લો પ્રેશર વિસ્તાર ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધશે અને 48 કલાક બાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે.અને આગામી ચાર દિવસ દરમિયાન બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ અને ઓડિશામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.