દિલ્હી: ગુરૂદ્વારા રકાબગંજ પહોંચ્યા PM મોદી, ગુરૂ તેગબહાદુરને આપી શ્રદ્ધાંજલિ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે દિલ્હી સ્થિત ગુરૂદ્વારા રકાબગંજ પહોંચ્યા જ્યાં તેમણે ગુરૂ તેગબહાદુરને શ્રદ્ધાંજલિ આપી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હતો. જ્યારે વડા પ્રધાન મોદી અહીં પહોંચ્યા તો કોઈ વિશેષ પોલીસ બંદોબસ્ત નહોતો તેમજ કોઈ પણ પ્રકારનું ટ્રાફિક ડાયવર્ઝન કરવામાં આવ્યુ નહોતુ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ અચાનક નક્કી થયો હોવાથી ગુરૂદ્વારાની આસપાસ કોઈ વિશેષ સુરક્ષા વ્યવસ્થા નહોતી.

દિલ્હીનુ ગુરૂદ્વારા રકાબગંજ શીખનુ પવિત્ર સ્થળ છે. આ ગુરૂદ્વારા સંસદ ભવન નજીક આવેલુ છે. જેનુ નિર્માણ સન 1783માં થયુ હતુ. આ તે જ સ્થળ છે જ્યાં શીખોના નવમાં ગુરૂ ગુરૂ તેગ બહાદુરજી ના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અહીં તેમના શિશવિહીન શરીરનો તેમના શિષ્ય લખી શાહ બંજારા અને તેમના પુત્રએ અંતિમ સંસ્કાર કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે મુગલ શાસક ઔરંગઝેબે 11 નવેમ્બર 1675માં દિલ્હીના ચાંદની ચોકમાં ગુરૂ તેગબહાદુરનો શિરચ્છેદ કરી દીધો હતો. ગુરૂ તેગ બહાદુરનો જન્મ 1 એપ્રિલ 1621એ પંજાબના અમૃતસરમાં થયો હતો.

પીએમ મોદીએ કહ્યુ કે આ ગુરૂ સાહિબની વિશેષ કૃપા છે કે અમારી સરકારના કાર્યકાળમા અમે ગુરૂ તેગબહાદુર જીનો 400મો પ્રકાશ પર્વ મનાવીશુ. આવો આ ઐતિહાસિક અવસરે ગુરૂ તેગબહાદુરજીના આદર્શોને યાદ કરતા મનાવીશુ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રકાબગંજ ગુરૂદ્વારાનો આ પ્રવાસ ત્યારે થયો જ્યારે દિલ્હી-એનસીઆરની સીમાઓ પર લગભગ 25 દિવસથી પંજાબના શીખ ખેડૂત નવા કૃષિ કાયદાને રદ કરવાની માગને લઈને ધરણા પર બેસેલા છે. માનવામાં આવી રહ્યુ છે કે પીએમનો આ પ્રવાસ શીખ ખેડૂતો સુધી એક સંદેશ આપવાનો પ્રયત્ન છે કે સરકાર ખેડૂતો સાથે વાતચીતથી પીછે હટ કરી રહ્યા છે.

PM મોદીએ રકાબગંજના પ્રવાસની તસવીર શેર કરી છે. આ સિવાય તેમણે ગુરૂમુખી ભાષામાં સંદેશ પણ આપ્યો છે.

રકાબગંજ ગુરૂદ્વારાના પ્રવાસની જાણકારી આપતા પીએમ મોદીએ કહ્યુ કે આજે સવારે મે ઐતિહાસિક ગુરૂદ્વારા રકાબગંજ સાહિબમાં પ્રાર્થના કરી, જ્યાં શ્રી ગુરૂ તેગબહાદુર જીના પવિત્ર શરીરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. હુ ઘણો ખુશ છુ, દુનિયાના લાખો લોકોની જેમ હુ પણ શ્રી ગુરૂ તેગબહાદુર જી ની કરૂણાથી પ્રભાવિત અને પ્રેરિત છુ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.