દિલ્હી હિંસા કેસમાં ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કપિલ મિશ્રા પર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. ગૌતમ ગંભીરે કહ્યું કે કોઇ ફરક પડતો નથી કે તેઓ વ્યક્તિ કોણ છે, પછી તે કપિલ મિશ્રા હોય કે બીજું કોઇ, કોઇપણ પાર્ટીથી સંબંધિત હોય, જો તેમને કોઇ ભડકાઉ ભાષણ આપ્યું છે તો તેમની વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થવી જોઇએ.
જો કે પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીર આજે ભજનપુરા-મૌજપુર હિંસક ઘટનામાં ઘાયલ ડીસીપી અમિત શર્માની હાલચાલ પૂછવા માટે પટપડગંજ મેક્સ હોસ્પિટલ પહોંચ્યા. ઝાફરાબાદ હિંસામાં ડીસીપી અમિત શર્મા ગંભીર રીતે ઘાયલ થયા હતા, ત્યારબાદ સોમવાર મોડી રાત્રે તેમને મેક્સ હોસ્પિટલમાં દાખલ કરાયા. હાલ અમિત શર્માની સ્થિતિ ગંભીર બની છે.
બે દિવસથી સતત દિલ્હીમાં થઇ રહેલી હિંસા પર ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે કહ્યું કે નોર્થ ઇસ્ટ જિલ્લામાં જે લોકો હિંસામાં સામેલ છે, પછી તે કોંગ્રેસ, આમ આદમી પાર્ટીથી લઇ કોઇપણ પાર્ટીમાં હોય, તેના વિરૂદ્ધ કેસ કરાશે. જો કપિલ મિશ્રાનો પણ હાથ હશે તો તેમના વિરૂદ્ધ પણ કેસ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.