દિલ્હીમાં થયેલી હિંસાને લઈને બોલિવૂડ હસ્તીઓ પણ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. કેટલાક લોકો સમજાવતા જોવા મળી રહ્યાં છે તો કેટલાક લોકો ભડકાવતા જોવા મળી રહ્યાં છે. આ હિંસામાં એક હેડ કોન્સ્ટેબલ સહિત 32 લોકોના મોત થયા છે. જ્યારે 200 જેટલા લોકો ઘાયલ થયા છે. આ મામલે સ્વરા ભાસ્કરની એક ટ્વીટ ખુબ વાઈરલ થઈ રહી છે. જેમાં તેણે ભાષાની તમામ મર્યાદાઓ ઓળંગી નાખી છે.
તેણે એક યૂઝરને જવાબ આપતા લખ્યું કે અંકલ- મારી ચિંતા ન કર! આ બધા મોત તમારી ideologyના ટટ્ટુઓની દેણ છે! એક દિવસ આ આગ આપણા બધાના ઘરે પહોંચશે અને આ બધુ તમારા બધાના કારણે હશે! હવે જાઓ અને….ખાઓ!
હાલ જ્યારે દિલ્હી ભડકે બળી રહ્યું છે અને લોકો મોતને ભેટી રહ્યાં છે ત્યારે સ્વરા એક સેલિબ્રિટી હોવાના નાતે આ પ્રકારે ટ્વીટ કરી રહી છે તેને લઈને લોકો ખુબ ગુસ્સામાં છે અને તેને ટ્રોલ કરી રહ્યાં છે. દિલ્હી હિંસાને લઈને આ ટ્વીટ લોકોને શાંત નહીં પરંતુ ભડકાવનારી છે. જે પ્રકારની ભાષાનો ઉપયોગ તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રક્યો, તે કોઈ પર્સનલ લાઈફમાં પણ બોલવાનું પસંદ કરે નહીં. લોકો સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવી રહ્યા છે કે સ્વરા તમે આ પ્રકારની ભાષાનો ઉપયોગ કેવી રીતે કરી શકો. શું તમારી સોચ આવી છે. એક યૂઝરે લખ્યું કે શું તમારા પરિવારે તમને આવા જ સંસ્કાર આપ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.