મુંબઈઃ અનુપમ ખેરે લેખક ચેતન ભગતને તેમની ટ્વીટને લઈને આડે હાથ લીધા છે. ચેતને દિલ્હીમાં થયેલી હિંસાને લઈ દેશ પર કટાક્ષ કર્યો હતો અને કહ્યું હતું કે આઝાદીને 72 વર્ષ થયા છતાં આપણે હિંદુ-મુસ્લિમ કરી રહ્યાં છીએ, જ્યારે દુનિયા ચંદ્ર પર પહોંચી ગઈ. અનુપમે આ વાતને લઈને કહ્યું હતું કે તમે આ ટ્વીટ કરીને તે માત્ર પોતાનું જ નહીં પરંતુ કરોડો ભારતીયોનું માન ઘટાડી રહ્યાં છો. અનુપમ ખેરની પ્રતિક્રિયા પર ચેતન ભગતે સંમતિ પણ દર્શાવી હતી.
ચેતને ટ્વીટ કરી હતી, 1947માં ભારતઃ હિંદુ-મુસ્લિમ, હિંદુ મુસ્લિમ, આ દરમિયાન દુનિયાઃ ચંદ્ર પર લેન્ડિંગ, કમ્પ્યૂટર્સ, આર્ટિફિશયલ ઈન્ટેલિજન્સી, સેલફોન, સ્માર્ટફોન્સ, એપ્સ, ભારત 2020માં: હિંદુ-મુસ્લિમ, હિંદુ-મુસ્લિમ
અનુપમ ખેરે ચેતનની ટ્વીટ પર પ્રતિક્રિયા આપતાકહ્યું હતું, પ્રિય ચેતન ભગત. તમારી ટ્વીટ દ્વારા તમે માત્ર તમારું જ નહીં પણ કરોડો ભારતીયોનું માન ઘટાડી રહ્યાં છો. આમાં હિંદુ તથા મુસ્લિમ બંને સામેલ છે. છેલ્લાં 72 વર્ષમાં ભારતે અનેક મોટા ક્ષેત્રે ઉપલબ્ધિઓ હાંસિલ કરી છે. આ માત્ર સ્માર્ટ ટ્વીટ છે પરંતુ સત્યથી ઘણી જ દૂર છે.
અનુપમની ટ્વીટ બાદ ચેતન ભગતે કહ્યું હતું, તમારી વાત સાચી છે સર પરંતુ આપણે હજી પણ કેમ હિંદુ-મુસ્લિમ કરી રહ્યાં છીએ? આ બાબત દિલ તોડનારી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.