દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના નાગરિકોની સારવાર, કેજરીવાલ સરકારનો વિવાદી નિર્ણય

કોરોના વાયરસના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વિવાદાસ્પદ નિર્ણય લીધો છે.

દિલ્હી સરકારે દિલ્હીની હોસ્પિટલોમાં માત્ર દિલ્હીના જ રહેવાસીઓની સારવાર થશે તેવી જાહેરાત કરતા રાજકારણ ગરમાઈ ગયુ છે.કારણે આ નિર્ણયની સૌથી વધારે અસર યુપી પર પડશે.કારણકે યુપીના દર્દીઓ દિલ્હીની હોસ્પિટલોમાં સારવાર કરાવવા જતા હોય છે.

ભાજપે તેનો વિરોધ કરતા કહ્યુ છે કે, દિલ્હી અરવિંદ કેજરીવાલની મિલકત નથી.દિલ્હી સરકારનો નિર્ણય નાગરિકોના અધિકારોનો ભંગ કરવા સમાન છે.નાગરિકતા દેશની હોય છે રાજ્યોની નથી હોતી.જે પાકિસ્તાન ભારત સાથે કટ્ટર દુશ્મની રાખે છે તેના લોકોની સારવાર પણ ભારતના ડોક્ટરો કરતા હોય છે તો કેજરીવાલ પોતાના દેશના લોકોની સારવાર માટે કેવી રીતે ના પાડી શકે.

ભાજપે માંગણી કરી છે કે, દિલ્હી સરકાર તાત્કાલિક નિર્ણય પાછો લે અને દેશની જનતાની માફી માંગે.

કોંગ્રેસે પણ આ વાતનો વિરોધ કરીને કહ્યુ છે કે, દેશનુ બંધારણ આવો નિર્ણય લેવાનો અધિકાર કોઈ રાજ્યની સરકારને આપતુ નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.