સોમવારે સવારથી મીડિયામાં બે સમાચારો ચાલી રહ્યાં છે. પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ભારતમાં જોરદાર સ્વાગત અને બીજી દેશની રાજધાની દિલ્હીના નોર્થ-ઈસ્ટ ભાગમાં હિંસાની. અમેરિકાના રાષ્ટ્રપતિનો આ ભારત પ્રવાસ ઘણી રીતે અલગ છે. પ્રથમવાર આમ બન્યું છે કે કોઈ અમેરિકી રાષ્ટ્રપતિ માત્ર ભારતની યાત્રા પર આવ્યા છે. આ પહેલા દર વખતે અમેરિકી રાષ્ટ્રપતિ ભારત યાત્રા દરમિયાન પાકિસ્તાન પણ જરૂર જતા હતા. પ્રથમવાર કોઈ દેશના રાષ્ટ્રપ્રમુખનું એક લાખથી વધુ ભારતીયોએ એક જગ્યાએ ભેગા થઈને સ્વાગત કર્યું છે. આવા ઘણા પાસાં છે જે અમેરિકી રાષ્ટ્રપતિની ભારત યાત્રાને અલગ બનાવે છે. આવા ખાસ સમયે દેશની રાજધાની દિલ્હીમાં અચનાક હિંસા ફેલાવાથી ઘણા સવાલ ઉભા થાય છે.
ગૃહ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે દિલ્હીના કેટલાક ભાગમાં હિંસા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જારી યાત્રાને ધ્યાનમાં રાખીને કરાવવામાં આવી હોય તેવું પ્રતીત થાય છે. સૂત્રોનું કહેવું છે કે ગૃહ મંત્રાલયના ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી સૂચનાના આધાર પર આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે કેટલાક લોકો ટ્રમ્પની સામે ભારતની છબી ખરાબ કરવા ઈચ્છે છે. તેથી તેણે હિંસા માટે આ સમય પસંદ કર્યો છે.
ગૃહ સચિવ કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ દિલ્હીની હિંસા પર કર્યું કે, વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળ પર છે અને પર્યાપ્ત સુરક્ષા દળ તૈનાત છે. દિલ્હીમાં સ્થિતિ નિયંત્રણમાં છે. પોલીસ કમિશનર અમૂલ્ય પટનાયક કંટ્રોલ રૂમમાં છે અને રાષ્ટ્રીય રાજધાનીમાં હિંસાને કારણે સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.