કોરોના વાયરસ લોકડાઉન દરમિયાન દિલ્હી સરકારે મકાન માલિકોને એક મહિના સુધી મજુરો અને વિદ્યાર્થી પાસે ભાંડુ નહીં માગવાનાં પોતાના હુકમનું સખત રીતે પાલન કરવાનું કહ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે 22 એપ્રિલનાં પોતાના હુકમમાં કહ્યું કે જીલ્લા મેજીસ્ટ્રેટ પોતાના વિસ્તારોમાં ખાસ કરીને જ્યા મજુરો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાડે રહે છે, ત્યાં જાગરિક્તા અભિયાન ચલાવે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં 2248 લોકો સંક્રમિત
દિલ્હીનાં આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને કહ્યું કે રાજ્યમાં પોઝિટિવ કેસની કુલ સંખ્યા 2248 છે, તેમાં કાલે 92 કેસ નોંધાયા અને 113 દર્દીઓ સાજા પણ થયા છે.
અત્યાર સુધીમાં કોરોનાનાં 724 લોકો એટલે કે 32 ટકા સાજા થયા છે, 2248માંથી 48 લોકોનાં મોત થઇ ચુક્યા છે, 24 લોકો ICU અને 6 જણા વેન્ટીલેટર પર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.